Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક

રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર બેઠક મળશે. બેઠકમાં તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખ અને પૂર્વ પ્રમુખ હાજર રહેશે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન અને 2027ની ચૂંટણીને લઈને બેઠકમાં મંથન કરશે. બેઠક પછી રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવવા જઈ રહ્યું છે. તેની તૈયારીઓ માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અમદાવાદ આવ્યા હતા. અને અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કમિટી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી.આ…

Mumbai : ઓરંગજેબની તરફદારી કરનાર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ આઝમી ચારે તરફથી ઘેરાયા, FIR દાખલ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કરતા પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેના અને ભાજપે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દા પર ઘણો હોબાળો થયો. ભાજપ અને શિવસેનાના સભ્યોએ ગૃહમાં જય ભવાની-જય શિવાજીના નારા લગાવ્યા અને અબુ આઝમી સામે કાર્યવાહીની માંગ કરી. ગૃહમાં હોબાળાને કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી.ભાજપ અને શિવસેનાએ વિધાનસભાની બહાર અબુ આઝમી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ કર્યું. આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું આઝમીએ સોમવારે કહ્યું હતું કે રાજાઓ સત્તા અને સંપત્તિ માટે લડતા હતા, તેને ધાર્મિક રંગ આપવો ખોટું…

Bihar : બિહારમાં NDAના મુખ્યમંત્રીના ચહેરા તરીકે નીતિશકુમારનું નામ નક્કી, ભાજપ-JDU વચ્ચે સર્વસંમતિ

બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. બિહારની વર્તમાન સરકારનો કાર્યકાળ 22 નવેમ્બર 2025 સુધીનો છે. આ પહેલા ચૂંટણીઓ યોજવી પડશે. બિહાર ચૂંટણીમાં આ વખતે NDAનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે તે અંગે સર્વસંમતિ છે. બિહારમાં નીતિશ કુમાર ફરી એકવાર NDAના મુખ્યમંત્રી ચહેરા બનશે, ભાજપ અને JDU આ અંગે સર્વસંમતિ પર પહોંચી ગયા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીએ ભાગલપુરમાં એક રેલીમાં નીતિશ કુમારની તુલના તેમના પ્રિય મુખ્યમંત્રી સાથે કરી હતી. હવે NDAના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારનું નામ નક્કી થઈ ગયું છે. આ પણ વાંચો :- સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ઘેરાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે આજે રાજીનામું આપી શકે છે નીતિશકુમારનું નામ NDAના મુખ્યમંત્રી ચહેરા તરીકે સ્પષ્ટ થઇ ગયું :- બિહારમાં, NDA ઘટક જીતન રામ માંઝીએ…

China : ચીને 10 માર્ચથી અમેરિકી સામાન પર 10 થી 15 ટકા ટેરીફની જાહેરાત કરી, વેપાર યુદ્ધનુ જોખમ વધ્યું

અમેરિકાએ ચીન પર ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો છે. તેના જવાબમાં, ચીને સોયાબીન, જુવાર, બીફ, જળચર ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનો સહિત ઘણા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ચીનના નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે દેશ 10 માર્ચથી કેટલીક યુએસ આયાત પર 10%-15% નો વધારાનો ટેરિફ લાદશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીની માલ પર ટેરિફ દર 10 થી વધારીને 20 ટકા કર્યા બાદ ચીનનું આ પગલું આવ્યું છે. આ પણ વાંચો :- અમેરિકાને સાથી તરીકે ગુમાવવા નથી માંગતા, પરંતુ રશિયા સાથે…..: ઝેલેન્સકી આ વધારો ચીન દ્વારા કરવામાં આવતી અન્યાયી વેપાર પ્રથાઓને રોકવા માટે અમેરિકાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. ચીન…

Canada : ટ્રમ્પે કેનેડા પર 25 ટકા ટેરીફ લગાવતા ટ્રુડો આકરા પાણીએ, કહ્યું અમે પણ….

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તે જ સમયે, ચીનથી થતી આયાત પર વધારાના 10% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કિંગ ચાર્લ્સ III ને મળ્યા, જેમાં તેમણે કેનેડાની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા અંગે ચર્ચા કરી. આ પણ વાંચો :- આવતીકાલથી કેનેડા-મેક્સિકો પર ટેરીફનો ટ્રમ્પનો નિર્ણય થશે લાગુ, દરને લઇને અંતિમ નિર્ણય બાકી આ બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનું સૂચન કર્યા બાદ થઈ રહી છે, જેને કેનેડાએ સખત રીતે નકારી કાઢ્યું છે. રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કેનેડાને 51મું યુએસ રાજ્ય બનાવવાની વાત કરી ચૂક્યા છે. કેનેડાના રાજ્યના વડા તરીકે પણ સેવા આપતા…

Maharashtra : સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ઘેરાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે આજે રાજીનામું આપી શકે છે

મહારાષ્ટ્રના બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે ઘેરાયેલા છે. વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. મુંડે પરના આરોપો બાદ મહાયુતિ સરકાર શરમનો સામનો કરી રહી છે. તે જ સમયે, મુંડેના રાજીનામા માટે ફડણવીસ સરકાર પર દબાણ વધી રહ્યું છે. એનસીપી અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે આજે મંત્રી પદ પરથી રાજીનામું આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને રાજીનામું આપવા કહ્યું છે. બીડના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં તેમનું નામ જોડાયા બાદ, સરકાર પર તેમનું રાજીનામું લેવાનું દબાણ સતત વધી રહ્યું હતું. આ પણ વાંચો :- gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને…

Anand : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, આણંદમાં રૂ.64.29 કરોડનાં ખર્ચે નવી જેલ બનશે!

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરી છે. આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થશે. નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં 370 કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં 330 પુરુષ કેદીઓ અને 40 સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ 370…

Radhanpur : રાધનપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ, નરાધમે ગર્ભવતી બનાવતા ચકચાર મચી

રાધનપુર પંથકમાં વધુ એક સગીરા હવાસનો ભોગ બની છે. રાધનપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યાં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવવામાં આવી છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાધનપુરના એક ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ ઠાકોર અશોકભાઈ ભલાભાઇ મારી વાડી વિસ્તારની બાજુના ખેતરના ઘરમાં રહેતા હોવાથી તેઓ અવારનવાર મારા ઘરની આગળથી નીકળતા હતા. જેના કારણે મારે તેમની સાથે પરિચય થયેલ અને થોડા દિવસ પછી અમારા ખેતર નજીક આવેલી કેનાલ પાસે ઘાસ વાઢતી હતી.…

surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

સુરતમાં વડાપ્રધાન મોદીનાં પ્રવાસને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી આગામી તારીખ 7 માર્ચના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી સાથે અન્ય મહાનુભાવો પણ સુરત આવનાર છે. વડાપ્રધાન મોદી અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર સુરત પોલીસનું જાહેરનામું :- વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતને લઈને સુરત પોલીસના જાહેરનામાં અનુસાર, સુરતના શહેરી વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કરાયો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા…

Amreli : અમરેલીમાં લસણના ભાવમાં ઉછાળો, 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થવાના એંધાણ

અમરેલી જિલ્લામાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં જ લસણના ભાવમાં 200થી 300 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બજારના જાણકારોના મતે આવનારા સમયમાં લસણ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થઈ શકે છે. જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400 કટ્ટાની આવક થઈ છે. બજારમાં 20 કિલો લસણનો ભાવ તેની ગુણવત્તા પ્રમાણે 400 થી 1400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. આ પણ વાંચો :-…