મંત્રીઓએ બોલતી વખત સંયમ રાખવો જોઇએ, કોઇની સાથે અન્યાય ન થાય તે આપણી જવાબદારીઃ ફડ્ણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના મંત્રીમંડળના સાથીદારોને સમાજમાં સુમેળ જાળવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે મંત્રીઓએ પોતાના નિવેદનોમાં સંયમ રાખવો જોઈએ જેથી સમાજમાં નફરત ન ફેલાય. ૧૯ માર્ચે NCP-SPના વરિષ્ઠ નેતા જયંત પાટીલ દ્વારા આયોજિત ‘લોકમત મહારાષ્ટ્રિયન ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૫’ પ્રસંગે લેવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે આ વાત કહી હતી. મુખ્યમંત્રી ફડણવીસે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ‘રાજધર્મ’ના ઉપદેશોને યાદ કરાવતા મંત્રીઓને તેમના વ્યક્તિગત મંતવ્યો અને પસંદ-નાપસંદથી ઉપર ઉઠીને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા હાકલ કરી. આ પણ વાચો :- દિલ્હીના અકબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવાયો, મહારાણા પ્રતાપની તસ્વીર ચોંટાડી દેવેન્દ્ર ફડણવીસે કોઈનું નામ લીધા વિના ટિપ્પણી કરી :- મુખ્યમંત્રીની આ ટિપ્પણી ઔરંગઝેબ વિવાદ અને મંત્રી નિતેશ રાણેના વિવાદાસ્પદ નિવેદન બાદ…
શેખ હસીનાના સમર્થન બદલ શિક્ષકો સાથે યુનુસ સરકારના આકરા વલણની દુનિયાભરમાં ટીકા
ઢાકા યુનિવર્સિટીના ઘણા શિક્ષકો વર્ગો લઈ શકતા નથી કારણ કે તેમને તેમ કરવાથી મનાઈ ફરમાવવામાં આવી છે. શેખ હસીના સરકારને કથિત રીતે સમર્થન આપવા બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે વિવિધ વિભાગોના લગભગ 50 શિક્ષકોને ‘અનિચ્છનીય’ જાહેર કર્યા છે, અને તેમના પર જુલાઈના બળવા દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે. આ પણ વાચો :- દિલ્હીના અકબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવાયો, મહારાણા પ્રતાપની તસ્વીર ચોંટાડી યુનિવર્સિટી વહીવટીતંત્રે આ શિક્ષકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દીધા છે અને ‘તથ્ય-શોધ સમિતિઓ’ ની રચના કરી છે. જોકે, ઘણા મહિનાઓ પછી પણ, શિક્ષકો વર્ગખંડોમાં પાછા ફરી શક્યા નહીં.યુનુસના સત્તામાં આવ્યા પછી, બાંગ્લાદેશની ઘણી…
અમેરિકાએ યમનની રાજધાની પર કરી એરસ્ટ્રાઇક, 9 લોકો ઇજાગ્રસ્ત, અનેક ઇમારતો-મકાનોને નુકસાન
અમેરિકાએ ફરી એકવાર યમનની રાજધાની સના પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા. જેમાં સાત મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. હુતી સંચાલિત અલ-મસિરાહ ટીવીને ટાંકીને સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, સનાના ગેરાફ વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે નજીકના ઘરોને નુકસાન થયું હતું અને બાજુની ઇમારતમાં આશરો લેનારા નાગરિકો ઘાયલ થયા હતા. આ પણ વાચો :- ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ, આ યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ હુતી નિયંત્રિત આરોગ્ય સત્તાવાળાઓ અનુસાર, આ વિસ્તાર પર આ બીજો યુએસ હુમલો હતો. આ પહેલા શનિવારે થયેલા હુમલામાં 53 લોકો માર્યા ગયા હતા અને 98 લોકો ઘાયલ થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉત્તરી…
પાકિસ્તાન ટીમને શું જોઈએ છે? શાહિદ આફ્રિદીના નિવેદનથી ખળભળાટ મચ્યો
હાલ પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 16 માર્ચે હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. અહીં ગ્રીન ટીમ 59 બોલ બાકી રહેતા નવ વિકેટે હારી ગઈ હતી. પાકિસ્તાની ટીમ હજુ આ મોટી હારમાંથી બહાર નીકળી નહોતી કે બીજી T20 મેચમાં પણ તેને 11 બોલ બાકી રહેતા પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પણ વાચો :- ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ, આ યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ જે બાદ તે દરેકના નિશાના પર છે. જોકે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ખેલાડીઓનો બચાવ કર્યો છે અને રાષ્ટ્રીય ટીમની પસંદગીની નીતિઓની ટીકા કરી છે. આફ્રિદીનું કહેવું છે કે, ખેલાડીઓ સાથે અંડર-14 સ્તરના ખેલાડીઓની જેમ…
ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ, આ યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ
ફિનલેન્ડના લોકો ખૂબ ખુશ છે. વિશ્વનો આ સૌથી ખુશ દેશ સતત આઠમા વર્ષે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પોતાનો નંબર 1 રેન્કિંગ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ભારત માટે ફરી એકવાર ખરાબ સમાચાર છે. આ વખતે ૧૪૭ દેશોની આ યાદીમાં ભારત ૧૧૮મા ક્રમે છે. ગયા વખતે ભારત આ યાદીમાં ૧૨૬મા સ્થાને હતું. હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પાકિસ્તાન ભારતથી ઉપર છે. ૨૦૨૫ની યાદીમાં તે ૧૦૯મા ક્રમે છે. નેપાળ પણ ભારતથી ઉપર છે, તેને 92મું સ્થાન મળ્યું છે. નોર્ડિક દેશો ટોચ પર છે છ :- આ અહેવાલ ગુરુવાર, 20 માર્ચના રોજ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટર દ્વારા ગેલપ અને યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક સાથે ભાગીદારીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૧૪૭ દેશોના લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલા ખુશ…
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ BCCIએ ભારતીયો પર વરસાવ્યો પૈસા, આટલા કરોડ આપવાની જાહેરાત
BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની જીત બાદ 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ નાણાકીય સન્માન ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પુરુષોની પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું. ટીમે તેના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશને છ વિકેટથી હરાવીને કરી હતી, ત્યારબાદ પાકિસ્તાન સામે છ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ત્યારે BCCI એ 58 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે પ્રમુખ, BCCI, શ્રી રોજર બિન્નીએ ભારતીય ટીમ વિશે જણાવ્યું હતું કે, “બેક-ટુ-બેક…
Gandhinagar : રાજ્યમાં ગરમી પડવાની થઈ શરૂઆત, પવનોની દિશા બદલાતા તાપમાન વધશે
રાજ્યમાં આજથી ગરમી વધવાનું અનુમાન હવામાન વિભાગે કર્યુ છે.પવનોની દિશા બદલતા તાપમાન ઊંચકવાની શરૂઆત થઈ છે. હાલમાં તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાઈ રહ્યું છે પરંતુ, ત્રણ દિવસ બાદ જે પ્રકારે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી વ્યક્ત કરી છે, તે રીતે 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ મહત્તમ તાપમાન કેટલાક જિલ્લાઓનું થઈ શકે છે. હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં પરંતુ, ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે તેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધશે. આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું…
Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે
ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. ગુજરાત અને ગુજરાતની પ્રજાએ સમગ્ર વિશ્વમાં વિકાસના પાયા પર રચાયેલી આર્થિક સદ્ધરતા અને શાંત-સુખી જનજીવનનો આદર્શ ઉદાહરણ પૂરૂ પાડયું છે, તેનો સૌથી મોટો શ્રેય ગુજરાતમાં રહેલા કાયદો અને વ્યવસ્થાની સુગમ, સુરક્ષીત અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે…
Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા
આજે ગુજરાત વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, આદિજાતિ, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થનાર છે. વન અને પર્યાવરણ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તથા ક્લાઈમેટ ચેન્જની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત બિન સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થનાર છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી આ ઉપરાંત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ લઘુમતિ કલ્યાણ અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય હાર્દિક પટેલ રાજ્ય રમતવીર પ્રોત્સાહક વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા આરોગ્ય અધિકાર વિધેયક…
















