Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે

ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. ગુજરાત અને ગુજરાતની પ્રજાએ સમગ્ર વિશ્વમાં વિકાસના પાયા પર રચાયેલી આર્થિક સદ્ધરતા અને શાંત-સુખી જનજીવનનો આદર્શ ઉદાહરણ પૂરૂ પાડયું છે, તેનો સૌથી મોટો શ્રેય ગુજરાતમાં રહેલા કાયદો અને વ્યવસ્થાની સુગમ, સુરક્ષીત અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે કે આવા તત્વોએ સરકારની રિઝર્વ જગ્યાઓ પર ઉભા કરી દીધેલા મકાન-ચાલીઓ પર બુલડોઝર ફેરવવામાં આવે ત્યારે વિપક્ષનો સુર બદલાઇ જાય છે. જે લોકો રાત્રે લુખ્ખા તત્વો લાગતા હતા તે જ લોકો વિપક્ષને સવારે ગરીબ દેખાય છે.

રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે. ઘટનાનાં કલાકોમાં જ અસામાજિક તત્વોને પકડીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે. શહેરના રસ્તાઓને બાનમાં લેનારા આવા તત્વોને જે ભાષામાં સમજ પડતી હતી. તે ભાષામાં ગુજરાત પોલીસે કાયદાની મર્યાદામાં સમજાવ્યા છે. અને હજુ પણ આવા તત્વો સામે ગુજરાત પોલીસ આ જ પ્રકારે કડક પગલા લેશે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

હેલ્પલાઇન નંબર જાહેર કરવાનો લેવાયો નિર્ણય :- સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે ત્યારે મંત્રીએ કહ્યુ કે, આગામી ટુંક સમયમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના કોઇ પણ ખૂણેથી કોઇ પણ નાગરિક ડ્રગ્સની નાનામાં નાની માહિતી ગુપ્ત રીતે આપી શક્શે. આ તમામ માહિતી અંગે થયેલી કાર્યવાહિનું મોનિટરીંગ છેક મુખ્યમંત્રી કક્ષાએથી થશે. ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી બન્યા ત્યારથી ત્રણ વર્ષના સમયગાળામાં ૧,૮૧૨ ગુનાઓમાં રૂ.૮,૫૪૭/-કરોડના મુદ્દામાલ સાથે ૨,૫૬૪ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આ ૨,૫૬૪ આરોપીઓ પૈકી ૧૦૫ વિદેશી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, Premeditated Criminal Trap

મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, કાલુપુર પોલીસે ગુનો નોંધ્યો Ahmedabadના કાલુપુર વિસ્તારમાં મધ્યપ્રદેશથી સારવાર માટે આવેલા એક યુવક સાથે લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવક રિક્ષામાં બેસીને યુ.એન. મહેતા હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સહિત ચાર શખસોએ તેને કથિત રીતે એક ગલીમાં લઈ જઈ રોક્યો હતો અને તેની પાસેથી રોકડ સહિત કુલ ₹45 હજાર પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાને લઈને યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક મધ્યપ્રદેશથીAhmedabad આવ્યો હતો અને હોસ્પિટલ જવાના રસ્તામાં તેની સાથે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું…

Saroli : સારોલી સાલાસર માર્કેટ આગ: ૫મા માળે 4 દુકાનોમાં ભીષણ આગ, કાપડનો જથ્થો ભસ્મીભૂત થતાં ૧૫ ફાયર સ્ટેશન કાફલો ઘટનાસ્થળે Intense Smoke & Chaos

Saroliમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી: કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે સુરત શહેરમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે.Saroliવિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમા માળે આવેલી ચાર દુકાનો સુધી આગ પ્રસરી હોવાની માહિતી સામે આવી છે. માર્કેટમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લગભગ 15 ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગના કારણે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *