ઉનાળાની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગરમીની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો થયો છે. ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા શરૂઆત થતા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. ત્યારે આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો :- પનીર બટર મસાલા રેસીપી: પનીર બટર મસાલા રાત્રિભોજનને ખાસ બનાવશે, મહેમાનોને ગમશે, રેસીપી જાણો

સુરતમાં પ્રતિકિલો લીંબુનો ભાવ રૂ.100થી 125 પર પહોંચ્યા છે. ગયા મહિને કિલો લીંબુનો ભાવ રુ.30થી 45 હતો. લીંબુના ભાવમાં વધારાને લઈને વેપારીઓનું કહેવુ છે કે, બજારમાં વપરાશના હિસાબે સપ્લાય થઈ રહ્યો નથી. જેના કારણે બજારમાં લીંબુ નથી અને તેની ડિમાન્ડ વધી ગઈ છે. એવામાં લીંબુના ભાવમાં વધારો થયો છે. બજારમાં લગભગ એક મહિના પહેલા રુ.30થી 45 રૂપિયા કિલોના ભાવે લીંબુ મળી રહ્યા હતા પરંતુ હવે લીંબુ લગભગ બમણાથી પણ વધુ કિંમતે મળી રહ્યા છે. એટલે કે હવે એક કિલો લીંબુના 100થી 125 રૂપિયા થઈ ગયા છે.

આ પણ વાંચો :- હૃદય સ્વાસ્થ્ય: 40 વર્ષની ઉંમર પછી તમારા હૃદયનું ખાસ ધ્યાન રાખો, હૃદય 6 રીતે સ્વસ્થ બનશે; સ્વસ્થ રહીશ.

આજે રુ.1000 થી 1400 મણનો ભાવ APMCમાં બોલાયો છે. લોકોનું કહેવુ છે કે, લીંબુની વધતી કિંમતે ચિંતા વધારી દીધી છે. જો આ જ સ્થિતિ રહી તો મે-જૂનના મહિનામાં લીંબુની કિંમત 200 રૂપિયા કિલોથી પણ વધુ થઈ શકે છે. અન્ય રાજ્યોમાં પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યોમાં લીંબુના ભાવ વધી રહ્યા છે. અનુમાન છે કે, 2-3 મહિના સુધી લીંબુના ભાવમાં ઘટાડો થશે નહીં.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *