ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટનો પ્રભાવ ભારત સુધી, દિલ્હી સહિત અનેક શહેરોમાં રાખના વાદળ

ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના શક્તિશાળી વિસ્ફોટનો પ્રભાવ હવે ભારતમાં પણ જોવા મળ્યો છે. હજારો કિલોમીટર દૂર થયેલા આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખનો વિશાળ વાદળ ઉત્તર ભારતનાં આકાશમાં પ્રવેશતા ચિંતા વધારાઈ છે. રાખનું આ વાદળ ફ્લાઇટ સલામતી માટે મોટો ખતરો બને એવી સ્થિતિમાં DGCAએ એરલાઇન્સને સતર્કતા સૂચનાઓ જારી કરી છે.

ઈથોપિયાની રાખ સીધી ભારત સુધી
સોમવારે રાત્રે 11 વાગ્યે ઈથોપિયાના 10,000 વર્ષ જૂના જ્વાળામુખી વિસ્ફોટની રાખ ભારતના હવામંડળમાં પ્રવેશી હતી.
આ રાખનો વાદળ:
– 130 કિમી પ્રતિ કલાકની ઝડપે લાલ સમુદ્ર પાર કરીને
– સૌપ્રથમ જોધપુર અને જેસલમેરમાં દેખાયો
– બાદમાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સુધી ફેલાઈ ગયો
– વિજ્ઞાનીઓ અનુસાર રાખ 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ છે, એટલે જમીન સ્તરે લોકોના આરોગ્ય પર હાલ કોઈ મોટો ખતરો નથી.

ફ્લાઇટ સલામતી પર મોટો ખતરો: અનેક ફ્લાઇટ્સ રદ
જ્વાળામુખીની રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનમાં ગંભીર નુકસાન કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને DGCAએ તરત જ એલર્ટ જાહેર કર્યું છે.

કયા પગલા લેવાયા?
– એરલાઇન્સને રાખવાળા એર–રાઉટ ટાળવા આદેશ
– કેટલીક ફ્લાઇટ્સ રીરાઉટ
– ઘણી ફ્લાઇટ્સ રદ
– એર ઈન્ડિયા, અકાસા અને ઇન્ડિગોની સ્પેશિયલ મોનિટરિંગ
– આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને અરબી સમુદ્ર–ઓમાન તરફથી ચક્કર લગાવીને મોકલવામાં આવી
– રીરૂટિંગને કારણે અનેક ફ્લાઇટ્સ ડિલે પણ થઈ રહી છે.

દિલ્હી–NCRમાં AQI 300 થી 350 પાર
– AccuWeather મુજબ સવારે દિલ્હીમાં AQI 300 સુધી પહોંચ્યો
– CPCBના માપદંડ પ્રમાણે રાતે કેટલીક જગ્યાએ AQI 350 થી ઉપર
– પરંતુ નિષ્ણાતો કહે છે કે જમીન પરનું પ્રદૂષણ મુખ્યત્વે સ્થાનિક પોલ્યુશન છે; જ્વાળામુખીની રાખ જમીન સ્તરે ઓછો પ્રભાવ પોહચાડે છે.

SO₂નું પ્રમાણ વધ્યું: નેપાળ અને હિમાલય વિસ્તારમાં અસર શક્ય
ઇન્ડિયા મેટસ્કાય મુજબ:
– વાદળમાં Salphur Dioxide (SO₂)નું પ્રમાણ વધારે
– રાખનું પ્રમાણ ઓછું થી મધ્યમ
– SO₂નું સ્તર ઉત્તર પ્રદેશ તરાઇ, નેપાળ અને હિમાલય વિસ્તારમાં થોડું વધી શકે

ઈથોપિયામાં ભારે નુકસાન
જ્વાળામુખી વિસ્ફોટથી સ્થાનિક ગામો રાખના જાડા પડથી ઢંકાઈ ગયા છે:
– ખેતીને ભારે નુકસાન
– પશુપાલન ઉપર અસર
– અનેક ગામોમાં સ્થળાંતરની કામગીરી
– ઈમર્જન્સી ટીમો સતત રાહત કામગીરીમાં

ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટની રાખ ભારત સુધી પહોંચવી એક અસામાન્ય પરંતુ વૈજ્ઞાનિક રીતે શક્ય ઘટના છે. જમીન સ્તરે આરોગ્ય પર મોટો ખતરો નથી,પણ હવાઈ ટ્રાફિક માટે હાલની પરિસ્થિતિ ગંભીર બની છે. એરલાઈન્સ અને હવામાન એજન્સીઓ સતત મોનીટરીંગ કરી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આપી ભારતની સાંસ્કૃતિક ભેટો, જાણો વિગત

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટ કર્યા. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અનેક ભારતીય સાંસ્કૃતિક ભેટો આપી, જે…

ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી

ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ…