દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 3,745 લોકોનું રેસ્ક્યૂ, 1,201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 3,745 લોકોનું રેસ્ક્યૂ, 9,929 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,201 રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 15 ડેમ હાઇ ઍલર્ટ પર છે. NDRF, SDRF અને આર્મીની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. ગુજરાતમાં ચોમાસાએ આ વર્ષે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. નવસારી, વલસાડ, સુરત અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે અનેક ગામો અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે માર્ગ, રેલવે અને જાહેર પરિવહન સેવાઓ પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી…
મોબાઇલમાં અચાનક ગુંજ્યો ‘Extremely Severe Alert’, 11 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુરુવારે બપોરે સુરત સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં લાખો લોકોના મોબાઇલ ફોન પર અચાનક ‘Extremely Severe Alert’ ફ્લેશ થતાં લોકોમાં થોડા સમય માટે ગભરાટ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સામાન્ય એસએમએસથી સંપૂર્ણપણે અલગ આ ઇમરજન્સી એલર્ટ સાથે મોબાઇલમાં જોરદાર ચેતવણીની ટોન પણ વાગી હતી, જેના કારણે ઘણા લોકો ક્ષણભર માટે કોઈ મોટી કુદરતી આપત્તિ સર્જાઈ હોવાની આશંકાથી ચોંકી ઉઠ્યા હતા. આ એલર્ટ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) દ્વારા સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ મારફતે મોકલવામાં આવ્યો હતો. એલર્ટમાં આગામી 24 કલાક દરમિયાન સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી હતી. આ સંદેશ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ અને વીડિયો ઝડપથી…
7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’
રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…
બર્લિનમાં ભયાનક બરફીલો તોફાન: રનવે પર ‘બ્લેક આઈસ’, એરપોર્ટ બંધ; હજારો મુસાફરો ફસાયા
જર્મનીની રાજધાની બર્લિનમાં ભારે બરફવર્ષા અને થીજી જતાં વરસાદે (Freezing Rain) જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. પ્રચંડ હવામાન પરિસ્થિતિને કારણે બર્લિન બ્રાન્ડેનબર્ગ એરપોર્ટને આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રનવે પર જોખમી ‘બ્લેક આઈસ’ જામી જતાં વિમાન લપસવાની શક્યતા વધી હતી, જેના પગલે તમામ ફ્લાઇટ કામગીરી અટકાવી દેવામાં આવી છે. રનવે બન્યો બરફની ચાદર એરપોર્ટના પ્રવક્તા મુજબ ગુરુવાર સાંજથી પરિસ્થિતિ ગંભીર બની છે. ઉત્તર-પૂર્વીય જર્મનીમાં ભારે બરફવર્ષાના કારણે રનવે પર મીઠું છાંટવા છતાં તે સુરક્ષિત બની શક્યો નથી. શુક્રવારે સાંજે 7:30 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં આશરે 70 લેન્ડિંગ અને 30 ટેક-ઓફ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલ આખું એરપોર્ટ બરફના ઢગલા જેવું દેખાઈ રહ્યું છે.…
Pune-Mumbai એક્સપ્રેસવે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો ફસાયા
મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સમસ્યા 24 કલાકથી વધુ સમયથી જારી છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ નજીક મંગળવારે સાંજે આશરે 5 વાગ્યે કેમિકલ ભરેલું ગેસ ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીક થઈને સમગ્ર વિસ્તાર જોખમી સ્થિતિમાં આવી ગયો છે. 20 થી 22 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફના ટ્રાફિકને સુરક્ષાના કારણે પુરી રીતે બંધ કરવામાં આવ્યું છે. અસર બંને દિશામાં જોવા મળી રહી છે. એક્સપ્રેસવે પર લગભગ 20 થી 22 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈનો ઉભી થઈ છે. ડ્રોન દ્વારા લીધેલા દ્રશ્યોમાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. મુસાફરોને મળી રહી છે મોટી મુશ્કેલી ઘણા લોકો સવારના 4 વાગ્યાથી એક જ જગ્યાએ અટકાયેલા છે. આ ભારે ટ્રાફિકજામના કારણે ઘણા…
પર્વતો બન્યા ‘સફેદ સ્વર્ગ’: ઉત્તર ભારતમાં હિમવર્ષાનો કુદરતનો અદભૂત નજારો, પ્રવાસીઓ ઉમટ્યા
ઉત્તર ભારતના હિમાલયનિગર રાજ્યોમાં લાંબા સમય બાદ હિમવર્ષાની મોસમ શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને ડોડા, ઉત્તરાખંડના ઔલી અને મસૂરી સહિતના સ્થળોએ હિમપાતની સફેદ મખમલી ચાદરથી સમગ્ર પર્વત સૌંદર્યમય દેખાઈ રહ્યો છે. કુદરતના અદભૂત દ્રશ્યો કાશ્મીરમાં નદીઓ અને ધોધ કાચ જેવા જમ્યા છે. રાજૌરી અને કિશ્તવાડમાં કુદરતનો રૌદ્ર પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. હાડથીજવતી ઠંડીના કારણે સામાન્ય જનજીવન પણ બરફની જેમ જમ્યું છે. પ્રવાસીઓ અને પ્રવાસ વ્યવસ્થામાં પડકાર દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાંથી પ્રવાસીઓનો ધસારો મસૂરી, ચક્રાતા અને ઔલી જેવા હિલ સ્ટેશનો પર લાંબા ટ્રાફિક જામ સર્જી રહ્યો છે. ઘણા પ્રવાસીઓ કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહ્યા. હોટલ બુકિંગ, ખોરાક અને પાણીની અછતને કારણે મુશ્કેલી વધી છે. ઔલીમાં સ્કીઈંગનો આનંદ માણતા પ્રવાસીઓ માટે આ એક અદભૂત…
ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે આ દંડ અને CEO-COOને આપવામાં આવેલી ચેતવણી પૂરતી નથી. તેઓ દાવો કરે છે કે કંપની માટે આ રકમ ‘લોટમાં મીઠા’ જેવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે પ્રેરક નથી. શું હતું વિવાદ? 1 નવેમ્બરના નવા પાઇલટ અને ક્રૂ આરામ નિયમો (FDTL) લાગુ કરવામાં ઇન્ડિગો નિષ્ફળ રહી. પૂરતી તૈયારીના અભાવે ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે કંપનીએ 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને 1,900 ફ્લાઇટ્સ મોડીઓ પડી. પરિણામે, દેશભરના 3 લાખથી વધુ મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા. સર્વેમાં સામે આવેલા આંકડા LocalCircles દ્વારા 29૨ જિલ્લાઓમાં 31,000થી…
દેશમાં US એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ, વિઝા અને પાસપોર્ટ સેવાઓ કરાઈ સ્થગિત
ભારતમાં યુએસ એમ્બેસી અને તમામ કોન્સ્યુલેટ્સ 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરના પગલે લેવામાં આવ્યો છે. નાતાલના પર્વને ધ્યાનમાં રાખીને લેવાયેલ આ પગલાથી તમામ વિઝા, પાસપોર્ટ અને કોન્સ્યુલર સેવાઓ આ ત્રણ દિવસ માટે અટકી જશે. દેશના મુખ્ય શહેરોમાં આવેલી યુએસ દૂતાવાસો (દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ)માં નિયમિત વિઝા ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ પ્રક્રિયા નહીં ચાલે. જે અરજદારોની એપોઇન્ટમેન્ટ આ સમયગાળામાં હતી, તેમને ઇમેઇલ મારફતે નવી તારીખોની જાણ કરવામાં આવશે. જો કે, મેડિકલ ઇમરજન્સી અથવા ગંભીર કિસ્સાઓ માટે હેલ્પલાઇન કાર્યરત રહેશે. એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે 27 ડિસેમ્બરથી તમામ સેવાઓ ફરી શરૂ થશે. અરજદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર પોર્ટલ…
ઇન્ડિગોની ‘પાછા ફરવાની’ શરૂઆત, રવિવારે 1,650 ફ્લાઇટ્સનું કરવામાં આવશે સંચાલન
છેલ્લાં કેટલાક દિવસોથી સતત ફ્લાઇટ વિલંબ અને રદબાતલને કારણે દેશભરમાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ હવે ઇન્ડિયાની સૌથી મોટી એરલાઇન IndiGo ધીમે ધીમે પોતાની સામાન્ય કામગીરી તરફ પરત ફરી રહી છે. કંપનીના સીઇઓ પીટર એલ્બર્સે રવિવારે સ્ટાફને એક આંતરિક વિડિયો સંદેશમાં જણાવ્યું કે એરલાઇન દિવસ દરમિયાન લગભગ 1,650 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. એલ્બર્સે કહ્યું, “સ્ટેપ બાય સ્ટેપ, અમે પાછા ફરી રહ્યા છીએ.” ગયા ત્રણ દિવસની પરિસ્થિતિ સામાન્ય પરિસ્થિતિમાં ઇન્ડિગો દરરોજ આશરે 2,300 ફ્લાઇટ્સ ચલાવે છે, પરંતુ ગઈ કાલે અને ત્યારપહેલાના દિવસોમાં પરિસ્થિતિ કાફી બગડી ગઈ હતી: – શુક્રવાર: માત્ર 700 થી થોડું વધારે ફ્લાઇટ્સનું સંચાલન – શનિવાર: સંચાલન વધીને લગભગ 1,500 ફ્લાઇટ્સ – રવિવાર (અપેક્ષિત): 1,650 ફ્લાઇટ્સ સુધી પહોંચવાની આશા કંપનીના જણાવ્યા અનુસાર, મુસાફરોને એરપોર્ટ સુધી…
















