સરદારધામ પ્રમુખનું મોટું નિવેદન, “દીકરીના કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ”: હવે જાગી ચર્ચા

તાજેતરમાં જ UPSCનું પરિણામ જાહેર થયું હતું જેમાં ચાલુ વર્ષે ગુજરાતના ચાર ઉમેદવારોએ બાજી મારી હતી જેને લઈને આજે અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે સરદારધામ દ્વારા આયોજિત અધિકારી સન્માન સમારોહમાં સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ એક વિવાદાસ્પદ પરંતુ વિચારેલું નિવેદન આપ્યું છે. મહિલાઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે “દીકરી ખરીદી કરવા નીકળે ત્યારે તેના કમર પર રિવોલ્વર લટકતી હોવી જોઈએ”.   મુખ્ય મુદ્દા:- ગગજી સુતરીયાએ દેશના દરેક નાગરિકને લશ્કરી તાલીમ આપવાની ભલામણ કરી દીકરીઓ માટે સુરક્ષા અંગે કડક ટિપ્પણી: “આજે રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ છે” ભાજપ પ્રવક્તા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન પર પ્રતિક્રિયા કોંગ્રેસે રાજ્ય સરકાર પર સુરક્ષા મામલે પ્રશ્નો ઉઠાવ્યા…