વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: ગુજરાતમાં વધશે ગરમી, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ વધવા લાગ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બનતાં રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. હવામાન વિભાગે શું કહ્યું? India Meteorological Department (IMD) ના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ સક્રિય થતાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. લોકોમાં વહેલી ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. ડીસા અને અમદાવાદમાં તાપમાન ઉંચું ડીસામાં રાજ્યનું સૌથી વધુ 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારેઅમદાવાદમાં 34.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું, જે ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં ઊંચું માનવામાં આવે…
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો
ગુજરાતમાં શિયાળાની અસર ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઠંડી વધુ અનુભવાઈ રહી છે. રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન મુજબ, નલિયામાં 12 ડિગ્રી, કેશોદમાં 14.8, ભુજમાં 15, કંડલામાં 15.5, પોરબંદરમાં 15.5, રાજકોટમાં 15.9, અમરેલીમાં 16.2, ડીસામાં 17.3, ગાંધીનગરમાં 18.6 અને અમદાવાદમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ…
હિમાચલમાં હિમવર્ષાનું રૌદ્ર સ્વરૂપ: રોહતાંગ અને અટલ ટનલ પર 5 ફૂટ બરફ, IMD દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર
હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરના કારણે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિએ અનેક પર્યટન સ્થળોએ ભારેથી અતિભારે સ્નોફોલ નોંધાયો છે. ખાસ કરીને 7500થી 8000 ફૂટની ઊંચાઈએ આવેલા વિસ્તારોમાં હિમવર્ષાનું તોફાન મચ્યું છે. સોલાંગ વેલી, ચંબા, ખજિયાર, ડેલહાઉસી, તાબો, અટલ ટનલ, રોહતાંગ પાસ અને શિશુ જેવા વિસ્તારોમાં ધોધમાર બરફ વરસી રહ્યો છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં અંદાજે 5 ફૂટ જેટલી હિમવર્ષા નોંધાઈ ચૂકી છે. હિમવર્ષાની ગતિ યથાવત્ રહી તો સવાર સુધીમાં કુલ બરફનો થર ૭ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD)ની આગાહી અને એલર્ટ હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ હિમાચલ પ્રદેશના ૧૨માંથી મોટાભાગના જિલ્લાઓમાં હવામાનમાં અચાનક ફેરફાર નોંધાયો છે. – આગાહી:…
ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો: પવનની દિશા બદલાતા લોકોને આંશિક રાહત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પવનની દિશા બદલાતા રાજ્યના અનેક શહેરોમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી અને અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. હિમાલયના રાજ્યોમાં વધુ એક રાઉન્ડમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને…
ગુજરાતમાં ફરી ઠંડીનું જોર, IMDની વરસાદ અને ઠંડીની ડબલ ચેતવણી
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદ સાથે ઠંડી વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે. રાજ્યના શહેરોમાં તાપમાન અમદાવાદ અને અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી અને ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડા પવનોના કારણે વહેલી સવાર અને રાત્રે ઠંડીની તીવ્રતા અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા બરફવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. શિમલા…
હવામાન અપડેટ: હિમાચલ, જમ્મુ-કાશ્મીરમાં વરસાદ, કરા અને વાવાઝોડાની સંભાવના; દિલ્હીમાં પણ યેલો એલર્ટ
ઉત્તર ભારતમાં એક પછી એક સક્રિય થઈ રહેલા પશ્ચિમી વિક્ષેપો (Western Disturbance)ને કારણે હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ 23 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ગાજવીજ, વીજળી અને ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. તે જ સમયે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ અને હરિયાણા સહિત હિમાલયી વિસ્તારોમાં વરસાદ, કરા, વાવાઝોડા અને તેજ પવન સાથે હવામાન વધુ સક્રિય રહેવાની આગાહી છે. અનેક પશ્ચિમી વિક્ષેપોથી હવામાન અસ્થિર IMDના બુલેટિન અનુસાર, ઉત્તર પાકિસ્તાન ઉપર 3.1 કિમી ઊંચાઈએ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે. સાથે જ 5.8 કિમી ઊંચાઈએ નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. ઉત્તરપૂર્વ ઈરાન ઉપર પણ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જ્યારે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર ચક્રવાતીય પરિભ્રમણ જોવા મળી…
આગામી બે કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત
ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ આજે રાત્રે 11 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના ઉત્તર ભાગમાં હવામાન અસ્થિર બન્યું છે. આ અસર હેઠળ મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. મહેસાણા શહેરમાં ભરશિયાળે વરસાદના છાંટા પડતાં જનજીવન પર અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાના માહોલ વચ્ચે વરસાદ પડતા લોકો…
ગુજરાતમાં આ તારીખથી ઠંડી સાથે માવઠાની સંભાવના, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં અચાનક ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી ઠંડી સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા છે. હવામાનની વિગતવાર સ્થિતિ હાલ બેવડી ઋતુમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત પર જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને ઠંડા પવનનું પ્રભાવ રહેશે. 22 થી 26 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે હળવો વરસાદ પડી શકે છે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ફરી હવામાનમાં ફેરફારની અને 13 ફેબ્રુઆરી આસપાસ પણ વાતાવરણ બદલાવાની શક્યતા છે. ખેડૂતો માટે ચેતવણી આગાહી મુજબ, રવિ પાકોની…
રાજ્યમાં ફરી માવઠાનો ખતરો: 22 થી 27 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની શક્યતા
ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો ખતરો તોળાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, અને આ વચ્ચે માવઠાની આગાહી ખેડૂતોમાં ચિંતાનું કારણ બની છે. ગુજરાતમાં વરસાદની શક્યતાઓ – સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. – રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વાદળછાયું વાતાવરણ અને ભેજવાળા પવનની શક્યતા દર્શાવી છે. – ડિસેમ્બર મહિનામાં વરસેલા માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું, અને ફરી વરસાદ પડવાને કારણે ઘઉં સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે. ઉત્તર ભારત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં હાલ તીવ્ર ઠંડી છવાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન…















