રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન: ઓપરેશન સિંદૂરથી સિંધુ જળ સંધિ સુધી અનેક મુદ્દાનો ઉલ્લેખ
80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને સંબોધન કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિના સંબોધનમાં ભારતની વિકાસયાત્રા, રાષ્ટ્રીય એકતા, સુરક્ષા, આતંકવાદ સામેની લડત, સશસ્ત્ર દળોની ક્ષમતા અને વિકસિત ભારતના સંકલ્પ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ સચિવાલય અને કેન્દ્ર સરકારના સત્તાવાર દસ્તાવેજોમાં પણ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાના આ સંબોધનની પુષ્ટિ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોને યાદ કરતાં જણાવ્યું કે ભારતની આઝાદી માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ દેશના નાગરિકોના સતત પ્રયાસો અને જવાબદારી સાથે જોડાયેલી યાત્રા છે. તેમણે ભારતને વધુ વિકસિત, આત્મનિર્ભર અને મજબૂત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર પટેલના યોગદાનને યાદ કર્યું રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની એકતા અને અખંડિતતાના સંદર્ભમાં…
વિકાસશીલથી વિકસિત તરફ ભારતની યાત્રા ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાપાનને પાછળ છોડ્યું એવો કેન્દ્ર સરકારનો દાવો 2030 સુધીમાં જર્મનીથી પણ આગળ નીકળીશે ભારત વૈશ્વિક એજન્સીઓનો GDPમાં સતત વૃદ્ધિનો અંદાજ બેરોજગારીમાં ઘટાડાનો ટ્રેન્ડ છે અને નિકાસ પ્રદર્શનમાં સુધારો 2047 સુધીમાં ઉચ્ચ મધ્યમ-આવક ધરાવતો દેશ બનવાનું લક્ષ્ય Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
કેન્દ્રીય બજેટ 2026-27 માટે જનતાના સૂચનો આમંત્રિત, ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે સરકારની તૈયારીઓ શરૂ
કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ 2026-27ના સામાન્ય બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજેટને વધુ લોકભોગ્ય અને વ્યાપક બનાવવા માટે નાણા મંત્રાલયે દેશના સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગજગત પાસેથી સૂચનો અને અભિપ્રાયો આમંત્રિત કર્યા છે. વર્ષ 2025ના અંતિમ મહિનાઓમાં જ બજેટ પ્રક્રિયાને ગતિ આપવામાં આવી છે. નાણા મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે આગામી કેન્દ્રીય બજેટ માટે જનતાના સૂચનો ખૂબ મહત્વના રહેશે. સરકારનો ઉદ્દેશ્ય બજેટ પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકશાહી બનાવવાનો છે. MyGov પ્લેટફોર્મ પર આપી શકાશે સૂચનો નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાગરિકો MyGov (માય ગવર્નમેન્ટ) પ્લેટફોર્મ મારફતે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકશે. આ સૂચનોમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને આર્થિક વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થવાની અપેક્ષા છે. ‘વિકસિત ભારત’…
ગુજરાતીઓને ધનતેરસે 7737 કરોડ રૂપિયાની ભેટ આપતા મુખ્યમંત્રી, દરેક રોડ બનશે ચકાચક
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધનતેરસના પર્વે ગુજરાતની જનતાને 7737 કરોડ રૂપિયાનું ભેટ સ્વરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક કામોની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 124 નવા રોડ અને પુલનાં કામો માટે વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે. 9 હાઈસ્પીડ કોરિડોર માટે 5576 કરોડ ગુજરાતને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક ટ્રાન્સપોર્ટ આપે તેવા 809 કિલોમીટર લંબાઈના 9 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટે રૂ. 5576 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યના છેવાડા સુધી પહોંચશે પકકા રસ્તાઓ મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજયના અંતિમ ગામડાઓ સુધી સારી કનેક્ટિવિટી આપતા મજબૂત અને ટકાઉ રસ્તાઓ બનાવવામાં આવે. ક્યાં ક્યાં બનેશે નવા રોડ? અહિં કેટલીક મુખ્ય રુટ્સ છે જ્યાં નવા રસ્તાઓ બનશે: – બગોદરા – બોટાદ (92.23 કિ.મી.) – ₹67.43 કરોડ –…
ટ્રમ્પના ટેરિફની અસર ભારત પર નહીં!, IMF અને વર્લ્ડ બેંકે વધારો કર્યો ભારતના વિકાસ દરમાં
વિશ્વભરમાં વધતા ટેરિફ અને આર્થિક દબાણ વચ્ચે પણ ભારતનો વિકાસ દર મજબૂત ગતિથી આગળ વધી રહ્યો છે. અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ પણ, IMF (International Monetary Fund) અને વિશ્વ બેંક (World Bank) બંનેએ ભારત માટે વિકાસ દરમાં વધારો દર્શાવ્યો છે. IMFએ શું કહ્યું? IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.6% કર્યો છે, જે અગાઉ 6.4% હતો. આ વધારો ભારતના મજબૂત પહેલા ત્રિમાસિક પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં ભારતની સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરાયો છે. જોકે, 2026-27 માટે આ સંસ્થા ભારતનો વૃદ્ધિ દર થોડો ઘટાડી 6.2% કર્યો છે. વિશ્વ બેંકનું અનુમાન: ગયા અઠવાડિયે વિશ્વ બેંકે પણ ભારત માટે 2025-26 માટે વૃદ્ધિ દર 6.5% કર્યો છે (પહેલા 6.3%). પરંતુ તેણે આગામી વર્ષ માટે આ દર…













