સુરત પાસે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, UPના રાજ્યપાલ સુરક્ષિત; બે કોચના કાચને નુકસાન

મુંબઈથી અમદાવાદ તરફ દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ સુરતથી આગળ વધી ઉત્રાણ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રેન 22961 મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચાલે છે અને સુરત તેનો મહત્વનો સ્ટોપ છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ખાસ બાબત એ છે કે આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. રાજ્યપાલની હાજરીને કારણે ઘટનાની ગંભીરતા વધુ…

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં વંદે ભારત, શતાબ્દી સહિત ટ્રેનો રદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું. પરિણામે વંદે ભારત, શતાબ્દી સહિત 15થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. મુસાફરી પહેલાં તમારી ટ્રેનનું સ્ટેટસ જરૂર તપાસો.   દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદની સીધી અસર હવે રેલવે સેવાઓ પર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે આવેલા પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં મુસાફરોની…

વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર

ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે જમ્મુ સુધી લંબાવવામાં આવી છે. આ પગલાથી મુસાફરોને હવે જમ્મુથી સીધી શ્રીનગર સુધી ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે. લાંબા સમયથી ચાલી આવતી લોકમાગને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી હજારો મુસાફરોને લાભ મળશે. નવી વ્યવસ્થા મુજબ ટ્રેન સેવા 1 માર્ચથી શરૂ થશે. ટ્રેન નંબર અને રૂટ વિગતો ટ્રેન નં. 26401 – જમ્મુ તાવી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ – સવારે 6:15 વાગ્યે જમ્મુ તાવીથી પ્રસ્થાન કરશે. – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – સવારે 8:08 વાગ્યે – રિયાસી – સવારે 8:28 વાગ્યે – બનિહાલ –…

ભારતીય રેલવે શરૂ કરશે 20 નવી ટ્રેનો, ગુજરાત સહિત સમગ્ર દેશ માટે લાભદાયક

ભારતીય રેલવે યાત્રીઓ માટે વધુ આરામદાયક અને સુગમ મુસાફરી પ્રદાન કરવા માટે આગળ આવ્યું છે. વધતી મુસાફરીની માંગ અને તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે દેશભરના મુખ્ય રૂટ પર 20 નવી ટ્રેનો શરૂ કરી છે. આ નવી ટ્રેનો 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવી ગઈ છે, જેમાં ખાસ ભાર વંદે ભારત અને અમૃત ભારત શ્રેણી પર મૂકવામાં આવ્યો છે. મુસાફરીમાં લાભ નવી ટ્રેનો શરૂ થવાથી: – ટ્રેનોમાં મુસાફરી વધુ આરામદાયક બનશે – વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થશે – કન્ફર્મ ટિકિટ મેળવવાની શક્યતા વધશે નવી ટ્રેનોમાં વિશેષતાઓ – વંદે ભારત એક્સપ્રેસ: આધુનિક સુવિધાઓ અને હાઇ-સ્પીડ સેવા – અમૃત ભારત એક્સપ્રેસ: મધ્યમ વર્ગ અને સામાન્ય મુસાફરો માટે સસ્તી સેવા – પેસેન્જર ટ્રેનો: નાના અને મધ્યમ શહેરો વચ્ચે સુવિધાજનક…

હાવડા–કામાખ્યા રૂટ પર દોડશે દેશની પહેલી વંદે ભારત સ્લીપર, ભાડાં જાહેર

પૂર્વી ભારતથી પૂર્વોત્તર ભારતની મુસાફરી હવે વધુ ઝડપી અને આરામદાયક બનવા જઈ રહી છે. ભારતીય રેલવેએ હાવડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દોડનારી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના ભાડાંનું માળખું જાહેર કર્યું છે. આ પ્રીમિયમ ટ્રેન અંદાજે 958 કિલોમીટરનું અંતર કાપશે અને રાત્રિ મુસાફરી માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન પૂર્વ અને પૂર્વોત્તર ભારતની કનેક્ટિવિટીમાં નવો માઇલસ્ટોન સાબિત થવાની અપેક્ષા છે. અદ્યતન ટેકનોલોજી અને સુરક્ષા સુવિધાઓથી સજ્જ આ ટ્રેન મુસાફરોને વિશ્વસ્તરીય અનુભવ આપશે. ત્રણ શ્રેણીમાં નક્કી કરાયા ભાડાં રેલવેના સૂત્રો મુજબ, વંદે ભારત સ્લીપર એક્સપ્રેસમાં મુસાફરી માટે ત્રણ અલગ-અલગ એસી શ્રેણીઓ રાખવામાં આવી છે: – 3AC શ્રેણી: મધ્યમ વર્ગ માટે અનુકૂળ વિકલ્પ. હાવડા–કામાખ્યા: ₹2,299 ન્યૂ જલપાઈગુડી: ₹1,334 માલદા ટાઉન: ₹960 – 2AC શ્રેણી: વધુ…