કેલિફોર્નિયામાં વિમાન દુ્ર્ઘટના, ખાનગી વિમાન ટેક ઓફ કરતા બિલ્ડિંગ સાથે અથડાતાં 2નાં મોત, 18 ઘાયલ
ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર, ઓરેન્જ કાઉન્ટીના ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બે મિનિટથી ઓછા સમયમાં વિમાન ક્રેશ થયું હતું. ફુલર્ટન: સધર્ન કેલિફોર્નિયામાં જ્યાં ઓછામાં ઓછા 200 લોકો કામ કરી રહ્યા હતા ત્યાં એક નાનું વિમાન ગુરૂવારે ફર્નીચર મેન્યુફેક્ચરિંગ બિલ્ડિંગની છત પરથી અથડાતાં બે લોકોનાં મોત થયાં અને 18 ઘાયલ થયાં, એમ પોલીસે જણાવ્યું હતું.ફુલર્ટન પોલીસ પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ, અને તેઓ પ્લેનમાં હતા કે જમીન પર, હજુ સુધી જાણી શકાયું નથી.ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર, ડિઝનીલેન્ડથી માત્ર છ માઈલ (10 કિલોમીટર) દૂર આવેલા ઓરેન્જ કાઉન્ટીના ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બે મિનિટથી ઓછા સમયમાં વિમાન ક્રેશ થયું હતું. રસ્તાની આજુબાજુના વ્હીલ ઉત્પાદક, રુચી ફોર્જ્ડના સુરક્ષા કેમેરાના…







