કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદા પણ રાજ્ય સરકારે સાત દિવસ સુધી વધારી છે.

આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE/VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કુલ 29.80 લાખથી વધુ અરજીઓ કરવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા તબક્કાવાર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. આજદિન સુધીમાં કુલ 4.91 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ. 1497 કરોડથી વધુના બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 1098 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, બાકી રહેલા ખેડૂતોને પણ તબક્કાવાર તેમના બેંક ખાતામાં ઝડપથી સહાય ચૂકવવામાં આવશે. રાજ્યનો કોઈ પણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…