Gandhinagar : ગાંધીનગરમાં ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું- ‘આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી’
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ‘હડતાળ કરીને તંત્રને બાનમા લેવું યોગ્ય નથી’. આરોગ્ય કર્મચારીઓ પોતાની હડતાળ નહીં સમેટે તો સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. ગાંધીનગર ખાતે વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર,વેપારીઓના 100 કરોડથી વધારે રૂપિયા અટવાયા હડતાળ ગેરવ્યાજબી :- વધુમાં તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે.…







