Gandhinagar : ગાંધીનગરમાં ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું- ‘આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી’

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ‘હડતાળ કરીને તંત્રને બાનમા લેવું યોગ્ય નથી’. આરોગ્ય કર્મચારીઓ પોતાની હડતાળ નહીં સમેટે તો સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. ગાંધીનગર ખાતે વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર,વેપારીઓના 100 કરોડથી વધારે રૂપિયા અટવાયા

હડતાળ ગેરવ્યાજબી :- વધુમાં તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે. આરોગ્ય એ ઇમરજન્સી સેવાઓ છે જેથી જ એસ્મા એક્ટ લગાવવામાં આવ્યો છે. સરકાર ફક્ત એક જ વિભાગ કે કેટલાક સેક્ટર પર ધ્યાન આપતી નથી. તમામ ક્ષેત્રમાં લોકોને પડતી સમસ્યાઓ અને પ્રશ્નો પર સરકારનું ધ્યાન હોય છે.

આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ

પડતર પ્રશ્નોને લઈને વિરોધ :- ગાંધીનગરમાં સત્યાગ્રણ છાવણી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય કર્મચારીઓના બે અલગ-અલગ સંગઠન લાંબા સમયથી ગ્રેડ પેમાં પગાર સુધારા તેમજ ટેક્નિકલ કેડરમાં સમાવેશ સહિતના મુદ્દે માગણી કરી રહ્યા છે. તેમની માગણીઓને લઈને સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા આરોગ્ય કર્મચારીઓએ આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *