TMKOC ફેન્સ માટે મોટા સમાચાર: નવા પાત્રના આગમનથી બદલાશે શોની આખી વાર્તા!

ભારતની સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલોમાંની એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. જેઠાલાલ, ચંપકલાલ, બબીતા જી, ભીડે, પોપટલાલ, બાઘા અને ગોકુલધામ સોસાયટીના અન્ય પાત્રો આજે દરેક ઘરમાં જાણીતા બની ચૂક્યા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કલાકારોના એક્ઝિટ અને નવા ચહેરાઓની એન્ટ્રી બાદ શોમાં સતત નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. હવે ફરી એકવાર શોમાં નવા પાત્રની એન્ટ્રીને લઈને ચર્ચા તેજ બની છે. નિર્માતા અસિત કુમાર મોદી શોમાં નવી સ્ટોરીલાઇન દ્વારા દર્શકોને ફરીથી જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવા પાત્રના આગમનથી ગોકુલધામ સોસાયટીમાં નવા સંબંધો, નવી ગેરસમજો અને હાસ્યથી ભરપૂર ઘટનાઓ જોવા મળશે તેવી ચર્ચા છે. ગોકુલધામમાં આવશે નવી ઉર્જા ગોકુલધામ સોસાયટી હંમેશા વિવિધ સ્વભાવ ધરાવતા લોકોનું અનોખું પરિવાર…