લીંબડી ખાતે તાલુકા (ઘટક) કક્ષા નો પોષણ ઉત્સવ ૨૦૨૪ નો કાર્યક્રમ યોજાયો
આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ શાળા નંબર 3 ખાતે યોજાયો જેમાં મહાનુભાવો લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન ડી. ડી.ઓ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર ,હોમ સાયન્સ કોલેજ પ્રોફેસર, સી.એમ.ટી.સી ન્યૂટ્રીશન સખી વન સ્ટોપ, તાલુકા વિસ્તાર અધિકારી તેમજ આઇ.સી.ડી.એસ. સી.ડી.પી.ઓ,સુપરવાઈઝર બહેનો, પી.એસ.ઇન્સ,આંકડા મદદનીશ, પોષણ અભિયાન કો.ઓર્ડી, ન્યુ ટ્રીશન, અને આંગણવાડી હેલ્પ વર્કર, બહેનો, લાભાર્થીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CDPO, સુપરવાઈઝર ઘટક સ્ટાફ તથા વર્કર અને હેલ્પરે જહેમત ઉઠાવી હતી. આ પોષણ ઉત્સવ દરમ્યાન કુલ ૩૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વાનગીઓ બનાવી હતી. જેમાંથી મિલેટ /THR વાનગીના 3 – 3 નંબર મેળવનાર વિજેતાને ઈનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.…
સુરેન્દ્રનગરનાં ચુડાનાં રેલવે ડ્રાયવરનુ મુંબઈમાં વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સમ્માનિત કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડાનાં રહીશ તથા સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં સહમંત્રી શ્રી સબ્બીરખાન હિંસામખાન પઠાણ રેલવે ભાવનગર ડિવિઝનમાં લોકો પાયલટ (રેલવે ડ્રાયવર) તરીકે કાર્યરત છે તાજેતરમાં મુંબઈમાં આયોજિત એક સમારોહમાં જનરલ મેનેજર દ્વારા તેઓના ક્ષેત્રમાં કરવામાં આવેલ હતું તેમનાં નોંધપાત્ર કાર્ય, તેમની કાર્યદક્ષતા અને સમર્પણ બદલ સન્માન પત્ર તથા શિલ્ડ સાથે રેલ સેવા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સબ્બીરખાન હિંસામખાન પઠાણ એક એવા રેલ કર્મચારી છે કે જેમને અગાઉનાં વર્ષોમાં ડિવિઝનલ રેલવે મેનેજર એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. અને તેમની આ સિધ્ધીઓ બદલ વરિષ્ઠ અધિકારિઓ તથા સહકર્મીઓએ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરી કુટુંબ સમાજ અને દેશનું નામ રોશન કરો તેવી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.
લખતર ખાતે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા યોજાઈ
–>જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લખતર સ્થિત બે કેન્દ્રો પર લેવામાં આવી હતી:– લખતરમાં AV ઓઝા અને VJ ઓઝા કેન્દ્રો પર જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા કેન્દ્રમાં, 322 માંથી 305 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે, લખતરમાં બે કેન્દ્રો AV OZA અને VJ OZA ફાળવવામાં આવ્યા છે. જ્યારે લખતર AV OZA કેન્દ્ર પર છ બ્લોક અને 130 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 129 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. એક વિદ્યાર્થી ગેરહાજર હતો. વીજે ઓઝા સ્કૂલમાં ૧૯૨ વિદ્યાર્થીઓ પહોંચ્યા, જેમાંથી ૧૭૬ વિદ્યાર્થીઓ હાજર હતા, ૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. જવાહર નવોદય પ્રવેશ…
લખતર ઉમા ધામ ખાતે વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
–>વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં મિલન દરમિયાન આગેવાનો દ્વારા વરમોરા પરિવારને કઈ રીતે સમૃદ્ધિ અને આગળ વધે તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું:– લખતર શહેર ખાતે વણા રોડ ઉપર આવેલ મા ધામ ખાતે આજરોજ વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલનની માં દૂર દૂર વસતા અને તેમજ લખતર શહેર અને આજુબાજુ ગ્રામ્યમાં વરમોરા પરિવારના પરિવારજનો આ સ્નેહે મિલનમાં જોડાયા હતા. લખતર ઉમાધામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ વરિષ્ઠ આગેવાનો લખતર વરમોરા પરિવારના પ્રમુખો કારોબારીઓ ઉમાધામ પ્રમુખ તેમજ અલગ અલગ વિસ્તારમાં વસતા અને પરમોરા સમાજના વરિષ્ઠ નાગરિકો અને વરમરા પરિવારના સદસ્ય મોટી સંખ્યામાં પ્રેમ મિલનમાં હાજરી આપી હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજને કઈ રીતે ઊંચાઈ ઉપર લઈ જવો જેમાં…
સુરેન્દ્રનગરના જુદા જુદા હાઇવે રસ્તાઓ ઉપર મોબાઈલ વાન કેમેરાથી પોલીસનું સતત મોનિટરિંગ
B India સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા હાઈવે રસ્તા ઉપર કડક અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના જુદા જુદા હાઈવે રસ્તા ઉપર બેફામ રીતે દોડતા વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરીને વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હાઈવે રસ્તા ઉપર નિર્ધારિત સ્પીડ કરતાં વધુ સ્પીડમાં દોડતા વાહન ચાલકોને ઝડપી લેવા તેમજ આરટીઓ નિયમનું ઉલંઘન કરતા વાહન ચાલકોને ઝડપી લેવા ટ્રાફિક પોલીસ દ્વારા મોબાઈલવાન કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેમેરાની મદદથી હાઈવે ઉપર ઓવર સ્પીડમાં દોડતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ રાત્રિના સમયે અકસ્માતોના બનાવોને રોકવા માટે રેડિયમ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને વાહન ચાલકો અને પગપાળા જતા લોકોને રેડિયમ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા…











