સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો આતંક, વધુ એક યુવાને આપઘાત કર્યો

B INDIA સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી છે. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. -> દવા પીને જીવન ટુંકાવ્યું :- વ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. -> વ્યાજખોરોનો ત્રાસ :- મળતી માહિતી મુજબ વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા…