સુરતમાં આરોપી પોલીસ સકંજામાં, લૂંટ અને સામૂહિક દુષ્કર્મના કેસમાં કરાઈ ધરપકડ
B INDIA સુરત : સુરતમાં વધી રહેલા ગુનાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. દુષ્કર્મ, લૂંટ, મારામારી જેવી ઘટના બની રહી હતી. જેમાં સુરતના પુણા ગામમાં લૂંટ અને સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જે કેસનો મુખ્ય આરોપી પકડાયો છે.પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી દબોચી લેવાયો છે. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જે લૂંટારુઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે મળતી માહિતી મુજબ, આરોપી મહિલાના પતિને બંધક બનાવીને મહિલાને ધાબા પર ઢસડીને લઈ ગયો હતો અને જ્યાં નરાધમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. અત્રે જણાવીએ કે, પોલીસની ઓળખ આપીને લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતા બાદમાં તરખરાટ મચાવ્યો હતો. જે સમગ્ર મામલે પોલીસને સવારે જાણ…







