સુરતમાં આરોપી પોલીસ સકંજામાં, લૂંટ અને સામૂહિક દુષ્કર્મના કેસમાં કરાઈ ધરપકડ

B INDIA સુરત : સુરતમાં વધી રહેલા ગુનાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. દુષ્કર્મ, લૂંટ, મારામારી જેવી ઘટના બની રહી હતી. જેમાં સુરતના પુણા ગામમાં લૂંટ અને સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જે કેસનો મુખ્ય આરોપી પકડાયો છે.પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી દબોચી લેવાયો છે. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જે લૂંટારુઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

મળતી માહિતી મુજબ, આરોપી મહિલાના પતિને બંધક બનાવીને મહિલાને ધાબા પર ઢસડીને લઈ ગયો હતો અને જ્યાં નરાધમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. અત્રે જણાવીએ કે, પોલીસની ઓળખ આપીને લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતા બાદમાં તરખરાટ મચાવ્યો હતો. જે સમગ્ર મામલે પોલીસને સવારે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

પાપ્ત વિગતો મુજબ, ભોગબનનાર દંપતીના ત્રણ વર્ષ અગાઉ જ લગ્ન થયા હતાં. જેઓ પુણા વિસ્તારમાં કારખાનામાં કરતા હોવાથી અહીં જ ભાડાના મકાનમાં રહેતા હતાં.ભોગ બનનાર મહિલાનું મેડિકલ ચેકઅપ કરવવામાં આવતા જાણવા મળ્યું છે કે, મહિલા પર એકથી વધુ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે.ત્યાર બાદ પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

Related Posts

વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે! જામનગર મનપાની ટ્યુશન ક્લાસ પર મોટી કાર્યવાહી

જામનગરમાં તંત્રની લાલ આંખ: ફાયર NOC વગર ધમધમતા ૩ ટ્યુશન ક્લાસ સીલ, સંચાલકોમાં ફફડાટ! જામનગર: તાજેતરના વર્ષોમાં દેશભરમાં કોચિંગ સેન્ટરોમાં બનેલી દુર્ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકા (JMC) ના ફાયર વિભાગ દ્વારા…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *