બેફામ વાણીવિલાસ પર લગામ કયારે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મોરબી : ટંકારામાં લાલજી દેસાઈનું વિવાદિત નિવેદન, વીડિયો વાયરલ ગુજરાતી લોક કલાકારો અંગે અપમાનજનક ટિપ્પણીથી ચકચાર લાલજી દેસાઈના નિવેદન સામે કલા જગત અને ભાજપમાં આક્રોશ કોંગ્રેસ નેતા દ્વારા લોકસંસ્કૃતિનું અપમાન, રાજકારણમાં ગરમાવો જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો વિડિયો વાયરલ થતા લોકગાયકો અને કલાપ્રેમીઓમાં રોષની લાગણી ખેડૂત સભા દરમિયાન લાલજી દેસાઈની મર્યાદા ઓળંગતી ટિપ્પણી   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

31 માર્ચ 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવા કટિબદ્ધ છીએ, સુકમામાં 16 નક્સલીઓના મોત બાદ બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર જાહેરાત કરી છે કે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો નાશ કરવામાં આવશે. તેમણે નક્સલીઓને હિંસાનો માર્ગ છોડીને શાંતિ અને વિકાસનો માર્ગ પસંદ કરવાની પણ અપીલ કરી છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં 16 નક્સલીઓના મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને 31 માર્ચ, 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવાના સરકારના સંકલ્પનો ભાગ ગણાવ્યો. આ પણ વાંચો :- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ખુબજ ‘સ્માર્ટ’ વ્યક્તિ, ગણાવ્યા નિકટના મિત્ર અમિત શાહે ટ્વિટ કર્યું :- સુકમામાં સુરક્ષા એજન્સીઓના ઓપરેશન વિશે માહિતી આપતા ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, “નક્સલવાદને વધુ એક ફટકો! આપણી સુરક્ષા એજન્સીઓએ સુકમામાં એક ઓપરેશનમાં 16 નક્સલીઓને મારી નાખ્યા છે અને ઓટોમેટિક હથિયારોનો…

વિક્રમ ઠાકોર નારાજગીને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું………

વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ છે. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું છતાં વિધાનસભા ન પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોર અંગે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આપી છે. જેમાં ઋષિકેશ પટેલનું કહેવું છે કે, વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે તો આવતીકાલે ગૃહનો અંતિમ દિવસ છે. ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા:- વિક્રમ ઠાકોરની ગેરહાજરી મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે,શંકર ચૌધરીના ક્રમશહ લોકશાહી સમા મંદીર પ્રમાણે સૂચન હતું અને લોકશાહીની સમજણના ઉમદા આશયથી આમંત્રણ આપ્યું હતું,મોબાઈલ થકી ઈલેક્ટ્રોનિક રીતે આમંત્રણ અપાયું હતું,વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે અને આવતીકાલે અંતિમ દિવસ છે હાજરી આપે તેવી અમારી ઈચ્છા છે. ફિલ્મ કલાકાર ભાવિની જાનીનું નિવેદન:- ફિલ્મ કલાકાર ભાવિની જાનીએ કહેવું છે કે, વિક્રમભાઈ રીસાયા તેની પાછળ કારણો હશે અને બધું સારું થઈ જશે એવો…

‘શું તે સારો રોલ મોડલ નથી..’, સુનીલ ગાવસ્કરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પુરસ્કાર અંગે ગૌતમ ગંભીર પર ઉઠાવ્યા સવાલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર, BCCIએ ટીમના ખેલાડીઓ અને કોચમાં ઈનામ તરીકે 58 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. હવે સુનીલ ગાવસ્કરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે. ગાસ્કરે ટીમના કોચ ગૌતમ ગંભીર પર સવાલ ઉઠાવ્યા છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાના જણાવ્યા અનુસાર, સહાયક કોચ અને સહાયક સ્ટાફને 50-50 લાખ રૂપિયા મળશે, જ્યારે અધિકારીઓને 25-25 લાખ રૂપિયા મળશે. મહાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે અને પૂછ્યું છે કે શું ગંભીર ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડની જેમ તેના પગલે ચાલશે અને તેના સપોર્ટ સ્ટાફ પાસેથી વધુ પૈસા લેવાનો ઇનકાર કરશે. વાસ્તવમાં, 2024 માં ભારતની T20 વર્લ્ડ કપ જીત પછી, દ્રવિડે તેના બાકીના સપોર્ટ સ્ટાફની બરાબરી પર રોકડ…

અમેરિકાને સાથી તરીકે ગુમાવવા નથી માંગતા, પરંતુ રશિયા સાથે…..: ઝેલેન્સકી

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઝેલેન્સકી પર તેમનો આદર ન કરવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે તેમના અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે થયેલી અથડામણ પછી યુક્રેન પ્રત્યે વધુ સમર્થન દર્શાવે. વોલોડીમીર ઝેલેન્સકીએ પોતાના નિવેદનમાં આ વાત કહી :- “અલબત્ત, બંને દેશો વચ્ચેના સંબંધો સુધારી શકાય છે,” ઝેલેન્સકીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સને ભાગીદાર તરીકે ગુમાવવા માંગતા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ખરેખર ઇચ્છે છે કે ટ્રમ્પ આપણા પક્ષમાં રહે. ઝેલેન્સકીએ કહ્યું કે…

આવી ઘટનાઓ રોકવા મજબૂત રાષ્ટ્રીય વ્યૂહરચના જરૂરી, દિલ્હી સ્ટેશન પર ભાગદોડ મામલે બોલ્યા આનંદ મહિન્દ્રા

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં વહીવટ અને તંત્ર સામે ભારે રોષ છે. દરમિયાન, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી છે. તેમણે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે એક મજબૂત રાષ્ટ્રીય વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. -> આનંદ મહિન્દ્રાએ રણનીતિ બનાવવાનો આગ્રહ કર્યો :- ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ ઘટના ખરેખર હૃદયદ્રાવક છે અને રાષ્ટ્રીય દુર્ઘટના પણ છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અને સૌથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોમાંના એક તરીકે આપણે ભીડ નિયંત્રણ અને સલામતીને રાષ્ટ્રીય મિશન તરીકે ગંભીરતાથી લેવી જોઈએ. તેમણે કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે એક…

સૈફ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે પોતાના દીકરાને રડતો સાંભળ્યો: હુમલાખોરે કરીનાની સામે તેને છરી મારી; અભિનેતાએ હુમલાની ઘટના વર્ણવી

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અભિનેતા સૈફ અલી ખાને પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. અભિનેતાએ 15 જાન્યુઆરીની મોડી રાત્રે તેમના ઘરમાં શું બન્યું તે વર્ણવ્યું છે. તેમણે જણાવ્યું કે આરોપી તેમના પુત્ર જેહના રૂમમાં ઘૂસી ગયો હતો અને જ્યારે તેમણે તેમના પુત્રના રડવાનો અને સંભાળ રાખનારની ચીસોનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓ તરત જ તેમના રૂમમાં દોડી ગયા જ્યાં હુમલાખોર છરી લઈને ઉભો હતો. -> સૈફે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું :- ૧૬ જાન્યુઆરીના રોજ, એક ચોર સૈફના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છરીથી હુમલો કર્યો. આ ઘટનામાં સૈફને શરીર પર પાંચ જગ્યાએ ઈજાઓ થઈ હતી અને ડોક્ટરોએ તેની કરોડરજ્જુ પર સર્જરી કરીને છરીનો ટુકડો કાઢી નાખ્યો હતો. હવે મુંબઈની બાંદ્રા પોલીસે અભિનેતાનું સત્તાવાર નિવેદન નોંધ્યું…

ભારત-અમેરિકા વચ્ચે આજે જે સહયોગ છે, તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોતઃ બિડેન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને સાચા રાજકારણી ગણાવ્યા. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે પ્રકારનો સહયોગ આજે છે તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોત. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ 2004 થી 2014 સુધી 10 વર્ષ ભારતના વડાપ્રધાન હતા. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું હતું. -> બિડેને મનમોહન સિંહને સાચા રાજકારણી ગણાવ્યા :- વ્હાઇટ હાઉસ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અમેરિકા અને ભારત વચ્ચે આજે જે અભૂતપૂર્વ સ્તરનો સહકાર છે તે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વ્યૂહાત્મક દ્રષ્ટિ અને રાજકીય હિંમત વિના શક્ય ન હોત. ભારત-યુએસ-ભારત નાગરિક પરમાણુ…