131 સેલિબ્રિટીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે, અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે
પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પાંચ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પદ્મ ભૂષણ પુરસ્કાર માટે ૧૩ હસ્તીઓ અને પદ્મશ્રી પુરસ્કાર માટે ૧૧૩ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2026 માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 113 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમતગમત જગતમાંથી 9 હસ્તીઓ, કલા ક્ષેત્રે વિશેષ કાર્ય બદલ 44 હસ્તીઓ અને સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સ્થાન ધરાવે છે. આ…







