આજે શેરબજારમાં ફરી જોવા મળ્યો ઘટાડો, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
બુધવારે સ્થાનિક શેરબજારમાં શરૂઆતના કારોબારમાં વૈશ્વિક સંકેતો વચ્ચે ઘટાડો જોવા મળ્યો. ૩૦ શેરો ધરાવતો BSE સેન્સેક્સ સવારે 9.28 વાગ્યે 196.73 પોઈન્ટ ઘટીને 84866.73 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી પણ 59.05 પોઈન્ટ ઘટીને 26,119.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ 85,063.34 પર અને નિફ્ટી-50 26178.70 પર બંધ થયો હતો. શરૂઆતના કારોબારમાં, નિફ્ટી પેકમાં 1,286 શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ૧,૦૧૯ શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ૧૧૩ શેર યથાવત રહ્યા. સેન્સેક્સની 30 કંપનીઓમાં, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને મારુતિ સૌથી વધુ ઘટ્યા હતા. જોકે, ટાઇટન, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો થયો હતો.…







