ગુજરાતના અમદાવાદમાં 600 થી વધુ પતંગબાજો પહોંચ્યા, સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોથી આકાશ ‘રંગીન’ થયું

B INDIA અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ત્રિરંગો ફુગ્ગો ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. પતંગ મહોત્સવની શરૂઆત રંગબેરંગી કાર્યક્રમો સાથે થઈ. ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના પતંગબાજો સાથે રાજદ્વારીઓ સાથે મુલાકાત કરી. દર વર્ષે વિશ્વભરના રાજદૂતો આ પતંગ મહોત્સવ જોવા માટે ગુજરાતમાં આવે છે. આ વર્ષે ૧૧ દેશોના રાજદૂતો ગુજરાતમાં આવ્યા છે. આ વખતે ગુજરાતના પ્રવાસન વિભાગે ૧૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ અને વડોદરા ખાતે અને ૧૩ જાન્યુઆરીએ કચ્છના સુરત, શિવરાજપુર અને ધોરડો ખાતે યોજાશે.   અમદાવાદના…

અમદાવાદ “ફલાવર શો” ની ખુશ્બુ આખી દુનિયામાં ફેલાઇ, વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને ગિનિસ બુક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં મળ્યુ સ્થાન.

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ. સાથે જ અમદાવાદે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી. જેમાં આ અદ્ધભુત ફલાવર બુકે 10.24 મીટર હાઈટ તથા 10.84 મીટર ત્રિજ્યાવાળા બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યુ છે.     અગાઉ આ રેકોર્ડ UAE સ્થિત એલ- એઇન પાસે હતો. જેને ગત વર્ષે 18 જાન્યુઆરી 2024ના રોજ 7.7મીટર ફુલના બુકે માટે આપવામા આવ્યો હતો.ગિનિસ બુકની ટીમ દ્વારા આપવામાં આવેલા એવોર્ડને ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન સહીતના મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા સ્વિકારવામાં આવ્યો હતો.     ગત વર્ષે આયોજીત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં  સૌથી લાંબી 221 મીટર  ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં…

અમદાવાદ: આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે, જાણો ફલાવર શો 2025માં શુ છે ખાસ….

અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ફ્લાવર શોને શુભારંભ કરાશે. આ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે. ફ્લાવર શોમાં ખાસ કરીને સોવિનિયર શોપ નું આયોજન કરવામાં આવેલ છે જે અમદાવાદના અનેક આકર્ષણ, રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ પણ લોકોનુ આર્કષણનુ કેન્દ્ર બનશે.   આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ ભારતનાં વિકાસની થીમ પર અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં સમય: સવારે 9:00 થી રાત્રે 11:00 સ્થળઃ ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ…