જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ

ગુજરાતમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે. જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા તો જંત્રીના દર લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને મુખ્યમંત્રી જંત્રી દર લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેશે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી એપ્રિલ મહિનામાં લાગુ થઈ શકે છે ભાવ :- ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ…

gandhinagar : ગુજરાત સરકારને મળી અરજીઓ, એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા

રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના સેવાઈ રહી છે. કારણ કે, 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટેની છે. CM કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર થઈ શકે છે. આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ એક શહેરમાંથી 1000 જેટલી અરજી આવેલી છે. જેમાં 800 વાંધા અરજીઓ આવી છે. મોટા ભાગે જંત્રી દરમાં વિસંગતતા હોવાની અરજીઓ છે. સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. જે કેટલી યોગ્ય છે અને જંત્રીદરમાં કેટલી વિસંગતતા છે તેની સમીક્ષા કરવા કલેકટર…

Banaskantha : બનાસકાંઠામાં આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક, દસ લોકોને ભર્યા બચકા

બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામે એક સાથે શ્વાને દસ લોકોને બચકા ભર્યા છે. આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક વધ્યો છે. શ્વાને દસ લોકોને બચકા ભરતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ધાનેરાના આલવાડા ગામે શ્વાનના આતંકથી સૌ કોઈ કંટાળી ગયા છે. તો ગ્રામજનોનો આક્ષેપ છે કે, તંત્રને રખડતા શ્વાનને લઈ વારંવાર રજૂઆત કરી તેમ છત્તા કોઈ ધ્યાન આપવા તૈયાર નથી. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે મળતી માહિતી મુજબ, જે લોકોને બચકા ભર્યા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે,લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે. તો શ્વાને પશુ અને લોકો પર હુમલો અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. હડકાયા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.…