રાજકોટમાં મધરાત્રે કરાઈ હત્યા, બે સગાભાઈઓેને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા
B INDIA રાજકોટ : રાજકોટ શહેરના સંતકબીર રોડ પર બે સગા ભાઈઓની હત્યાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સંતકબીર રોડ પર આર્યનગરમાં બે સગાભાઈઓની પરપ્રાંતિય શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. પરપ્રાંતિય યુવકે અદાવત રાખી બે ભાઈઓની ઘાતકી હત્યા કરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. -> બે સગાભાઈઓનાં મોત :- બે સગાભાઈઓની હત્યાના સમાચારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બંને ભાઈઓના વિકી જૈન અને અમિત જૈન હોવાનું સામે આવ્યું. આ બંને ભાઈઓ છોટુ નામના શખ્સ સાથે રૂમ શેર કરીને રહે છે. ત્રણેય યુવાનો એક જ રૂમમાં રહી પોતાના કામ અર્થે દિવસ દરમ્યાન બહાર જતા હોય છે. આ દરમિયાન ગતરોજ વિકી જૈન અને અમિત જૈન બે સગાભાઈઓને સાથે રહેતા પરપ્રાંતીય…







