હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા ફેડરેશન અભિયાન, ગ્રાહકોને મળશે 5% ડિસ્કાઉન્ટ

હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન નવી પહેલ લાવી રહી છે. આ અભિયાન હેઠળ, જે ગ્રાહક અણજાણીને પણ અન્ન બગાડશે નહીં, તેમને 5% ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રારંભમાં ફેડરેશનના સભ્યો આ ડિસ્કાઉન્ટ આપશે અને પ્રાથમિક તબક્કામાં દર રવિવારે 5% ડિસ્કાઉન્ટ અમલમાં મુકવામાં આવશે. અભિયાનને યોગ્ય પ્રતિસાદ મળતા, નિયમિત ધોરણે ડિસ્કાઉન્ટ નિયમિત રીતે લાગુ કરવામાં આવશે. પ્રતિષ્ઠિત હોટલ અને રેસ્ટોરન્ટોમાં, ગેટ અને મેનુ પર ડિસ્કાઉન્ટની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવાશે, જેથી ગ્રાહકોને માહિતી મળી શકે. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન દ્વારા આ અભિયાન હાથ ધરવાનું મુખ્ય હેતુ છે કે હોટલ, રેસ્ટોરન્ટ અને બેંકવેટ કાર્યક્રમોમાં અન્નના બગાડને ઘટાડવામાં મદદ કરવી અને જાગૃતિ લાવવી. આ પહેલથી અન્નના બગાડમાં ઘટાડો થશે, પરંતુ ગ્રાહકોમાં પર્યાવરણ…

આધાર કાર્ડમાં આ વિગતો ફક્ત એક જ વાર બદલી શકાય છે, નહીં જાણો તો પડી શકે છે મોટી મુશ્કેલી

આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગ કામકાજ, સરકારી યોજનાઓનો લાભ, સરનામાનો પુરાવો કે રેલવે ટિકિટ બુકિંગ—લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત બની ગયો છે. આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, લિંગ (જેન્ડર) અને સરનામા જેવી મહત્વપૂર્ણ માહિતી નોંધાયેલી હોય છે. ઘણા લોકો સમયાંતરે આ વિગતો અપડેટ કરાવતા હોય છે, પરંતુ UIDAIના નિયમો અનુસાર આધાર કાર્ડમાં કેટલીક વિગતો એવી છે, જે વારંવાર બદલી શકાતી નથી. જો આ નિયમો અંગે જાણ ન હોય, તો આગળ જઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આધાર કાર્ડમાં નામ બદલવાની મર્યાદા UIDAI મુજબ આધાર કાર્ડ પર નામ માત્ર બે વાર જ બદલી શકાય છે. ખાસ કરીને લગ્ન પછી ઘણી મહિલાઓ પોતાની અટક બદલાવતી હોય…

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા સ્વચ્છ ભારત મિશન’ ના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાનને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડકટર સહીતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા ,આ રેલીમાં કમર્ચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચારો સાથે પ્લેકાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી ,અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.   Follow us On Social Media…