પોપ ફ્રાન્સિસનું અવસાન: 88 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ તેમણે વેટિકન નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા

રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસનું સોમવાર, 21 એપ્રિલ, 2025 ના રોજ અવસાન થયું. 88 વર્ષીય પોપે વેટિકન સિટીના કાસા સાન્ટા માર્ટા ખાતે સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. વેટિકન દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. ફેફસાના ચેપ અને કિડનીની સમસ્યાથી પીડાતા હતા:- પોપ ફ્રાન્સિસ છેલ્લા કેટલાક સમયથી ફેફસાના ગંભીર ચેપ અને કિડનીની બીમારીથી પીડાતા હતા. તાજેતરમાં તેમને રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર રહી હતી. ડોક્ટરોના મતે, ડબલ ન્યુમોનિયાને કારણે તેમના શરીરના અન્ય ભાગો પણ પ્રભાવિત થઈ રહ્યા હતા. પોપને પહેલા પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે:- પોપને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તે આ પહેલી વાર નહોતું. વર્ષ 2021 માં પણ તેમને…