દિલ્હી વિસ્ફોટ પર ભૂટાનમાં PM મોદીનું મોટું નિવેદન, કહ્યું ‘કોઈ પણ કાવતરાખોરને બક્ષવામાં નહીં આવે …’
ભારતની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા મોટા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસ સહિત અનેક એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચીને વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે. પોલીસે ઘટનાની તપાસ કરતી વખતે અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશ ભૂટાનની મુલાકાત દરમિયાન પણ આ ઘટના પર સંબોધન કર્યું હતું. તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ ઘટનામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ કહ્યું, “દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને દુઃખ પહોંચાડ્યું છે. હું ભારે હૃદય સાથે ભૂટાન પાછો ફર્યો છું. મેં આખી રાત આ ઘટનાની તપાસમાં સામેલ એજન્સીઓ સાથે બેઠકોમાં વિતાવી. આખો દેશ પીડિતોના પરિવારો સાથે ઉભો છે. હું પીડિતોના પરિવારોનું દુઃખ સમજું છું. એજન્સીઓ આ ષડયંત્રના…







