Bhavnagar : પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મ, નરાધમે પ્રેમ સંબંધમાં ફસાવીને કર્યું કૃત્ય
ભાવનગરના પાલીતાણામાં નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલે સગીરાએ માતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, સગીરાને પ્રેમ સંબંધમાં વિશ્વાસ કેળવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો. આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું સગીરાની તબિયત બગડતાં તેની માતાને જાણ કરી હતી. સગીરાની માતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું છે કે, 15 વર્ષિય સગીરા સાથે નરાધમે એક વર્ષ પેલા મિત્રતા કેળવી હતી. પ્રેમજાળમાં ફસાવતાની સાથે કિશોરી સાથે શારીરિક સબંધો…
ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
શત્રુંજયમાં શંખેશ્વર જેવું “શંખેશ્વર દાદા જેવા જ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત છે. તેવા વિજ્ઞાનતીર્થ શંખેશ્વરપુરમના આંગણે કુંભણ ગામ અમદાવાદથી પાલીતાણા હાઇવે ઉપર પાલીતાણાથી 15 કિમી દૂર દોઢસો જૈન તીર્થંકર ભગવાનોના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 ઉજવાશે. જેમાં નિશ્રાદાતા શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને જેના પ્રેરણાદાતા છે. તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધીચન્દ્ર સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ 100 થી વધુ સાધુ સાધ્વીજી ભગવન્તંની પાવન નિશ્રામાં જિનેશ્વર પરમાત્માના પાંચ કલ્યાણકોની ભવ્ય ઉજવણી સાથે તારીખ 27 જાન્યુઆરીએ પવિત્ર મુહર્તે 150 જિનબંબો ની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે.








