ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું

ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન કેશોદ – 8.1°C કંડલા એરપોર્ટ – 8.6°C નલિયા – 9.2°C અમરેલી – 9.4°C દીવ – 10.3°C ડીસા – 11°C ભુજ – 12.4°C મહુવા – 12.5°C પોરબંદર – 13.6°C અમદાવાદ – 14.5°C વેરાવળ – 14.5°C ઠંડીના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીના નવા રેકોર્ડ ઉત્તર ભારતમાં ઠંડી સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. અનેક પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે, જ્યારે મેદાન વિસ્તારોમાં ગાઢ…

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, આગામી દિવસોમાં વધશે ઠંડી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. જોકે તાપમાનમાં થોડો વધારો નોંધાયો હોવા છતાં, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજી પણ ઠંડક યથાવત છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2–3 ડિગ્રીનો વધારો નોંધાયો છે અને આગામી ત્રણ દિવસમાં વધુ 2–3 ડિગ્રી વધવાની શક્યતા છે. રાજ્યના વિવિધ વિસ્તારોનું તાપમાન હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ નીચે પ્રમાણે સૌથી ઓછું તાપમાન નોંધાયું: – નલિયા: 10.8°C – કંડલા: 13.3°C – કેશોદ: 15.1°C – અમદાવાદ: 16.3°C – ગાંધીનગર: 16.2°C – વડોદરા: 16°C – ડીસા: 14.8°C – સુરત: 17.6°C – દમણ: 18.8°C – ભુજ: 15.9°C – રાજકોટ: 14.2°C – અમરેલી: 16°C – પોરબંદર: 15.6°C – મહુવા: 16.1°C – સુરેન્દ્રનગર: 17°C આપણે જોઈએ તો ગુજરાતના 21 જિલ્લામાં તાપમાન 20°Cથી…

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત

ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, જ્યારે અમદાવાદમાં 15.5°C અને ગાંધીનગરમાં 14.5°C તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની ચેતવણી IMD દ્વારા જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તો તાપમાન 7°C સુધી નીચે ઉતર્યું છે, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°C નોંધાયું છે.…