ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું

ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન
કેશોદ – 8.1°C
કંડલા એરપોર્ટ – 8.6°C
નલિયા – 9.2°C
અમરેલી – 9.4°C
દીવ – 10.3°C
ડીસા – 11°C
ભુજ – 12.4°C
મહુવા – 12.5°C
પોરબંદર – 13.6°C
અમદાવાદ – 14.5°C
વેરાવળ – 14.5°C
ઠંડીના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે.

ઉત્તર ભારતમાં ઠંડીના નવા રેકોર્ડ
ઉત્તર ભારતમાં ઠંડી સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. અનેક પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે, જ્યારે મેદાન વિસ્તારોમાં ગાઢ ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે દિવસ માટે શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાજસ્થાનનું પિલાની દેશના સૌથી ઠંડા શહેરોમાં સામેલ રહ્યું છે.

ધુમ્મસની ચેતવણી
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાય તેવી શક્યતા છે. મેદાન વિસ્તારોમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યું છે.

કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. ઉપરાંત, અલ નીનો (El Niño)ની અસર અને અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ તથા ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થતો અટક્યો છે.

ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર વધુ સ્પષ્ટ બની રહી છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી પડતી હતી, પરંતુ આ વખતે ઠંડીની તીવ્રતા ઓછી જોવા મળી છે. ડિસેમ્બર-2024ની તુલનામાં ડિસેમ્બર-2025માં ઠંડી નોંધપાત્ર રીતે ઘટી છે. કચ્છના નલિયામાં જ્યાં ગત વર્ષે 22 વખત તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, ત્યાં આ વખતે માત્ર 4 વખત જ એવો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદમાં પણ ઠંડી ઓછી
અમદાવાદમાં ડિસેમ્બર-2024 દરમિયાન 14 દિવસ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 દિવસ જ એવો ઘટાડો નોંધાયો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, પરંતુ તે પણ ગત વર્ષની તુલનામાં વધારે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…