આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026: ગુજરાતમાં મહિલા સશક્તિકરણની નવી ઊંચાઈઓ, શિક્ષણથી સંશોધન સુધી વધતી ભાગીદારી
પંકજ મકવાણા – અમદાવાદ: આજે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીઓએ નવા માઈલસ્ટોન્સ હાંસલ કર્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે સુરક્ષા અને સંશોધન જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓની ભૂમિકા મજબૂત બની છે. આ વર્ષે મહિલા દિવસની થીમ ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ હેઠળ ગુજરાતમાં મહિલાઓની પ્રગતિને વધુ ગતિ મળી છે.ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થિનીઓની વધતી સંખ્યા: 25 હજારનો વધારોગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. સામાજિક-આર્થિક સમીક્ષા 2025-26 અનુસાર, રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વર્ષ 2023-24માં 8.82 લાખ હતી, જે વધીને 2024-25માં 9.07 લાખ થઈ છે. આમ, એક વર્ષમાં 25 હજારનો વધારો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે…
પદ્મ પુરસ્કારનું નામ ‘પદ્મ’ રાખવાનો આધ્યાત્મિક અર્થ, જાણો વિગત
દર વર્ષે જ્યારે પદ્મ પુરસ્કારની સૂચિ જાહેર થાય છે, ત્યારે સમગ્ર દેશમાં ગૌરવનો મૌસમ વહી જાય છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રોમાં પોતાનું જીવન નિર્ભયતાપૂર્વક સમર્પિત કરનારી વિભૂતિઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવે છે. પરંતુ આ પુરસ્કારો માત્ર મેડલ અને પ્રશસ્તિ પત્રથી સીમિત નથી; તેમા ભારતની હજારો વર્ષ જૂની આદ્યાત્મિક ચેતના છુપાયેલી છે. પદ્મ પુરસ્કારની સ્થાપના: – સ્થાપના: 2 જાન્યુઆરી 1954 – સત્તાવાર જાહેરખબરો: 8 જાન્યુઆરી 1955 – કેટેગરીઝ: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી ‘પદ્મ’ નામની પાવનતા: ‘પદ્મ’ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે કમળનું ફૂલ. ભારતીય સંસ્કૃતિમાં કમળ માત્ર એક ફૂલ નથી; તે જીવન દર્શનનું પ્રતિક છે. કમળ કીચડમાં ઉગે છે, પણ ક્યારેય દુષિત નથી થાય. આ રીતે, પદ્મ…
કચ્છના રાજીબેન બન્યા મહિલા આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ
રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે. રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-2025 સુધીમાં અંદાજે 28.70 લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. 257.92 કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. 1,175.09 કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. 1,433 કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. વધુમાં, આ સ્વ-સહાય જૂથોને રૂ. 4050 કરોડ કરતાં વધુ કેશ…
કેરળમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ, આરોગ્ય વિભાગે જાહેર કરી હાઈ-એલર્ટ એડવાઈઝરી
દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે. આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. અલાપ્પુઝાના કેટલાક વિસ્તારોમાં જોખમ વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, અલાપ્પુઝા જિલ્લાની બે ગ્રામ પંચાયતોમાં કાગડાઓમાં આ ઘાતક વાયરસ મળી આવ્યો છે. સામાન્ય રીતે મરઘાં અને બતકમાં જોવા મળતો આ વાયરસ હવે કાગડાઓ અને જંગલી પક્ષીઓમાં જોવા મળતાં વન્યજીવ પ્રેમીઓ અને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા ફેલાઈ છે. પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક દેખરેખ વધારી દીધી છે. પાણીના સ્ત્રોતોને લઈને ખાસ ચેતવણી આરોગ્ય વિભાગે જારી કરેલી એડવાઈઝરીમાં ખુલ્લા પાણીના સ્ત્રોતો જેમ કે તળાવ, કુવા…










