કેરળમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ, આરોગ્ય વિભાગે જાહેર કરી હાઈ-એલર્ટ એડવાઈઝરી

દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે. આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.

અલાપ્પુઝાના કેટલાક વિસ્તારોમાં જોખમ વધુ
પ્રાપ્ત માહિતી અનુસાર, અલાપ્પુઝા જિલ્લાની બે ગ્રામ પંચાયતોમાં કાગડાઓમાં આ ઘાતક વાયરસ મળી આવ્યો છે. સામાન્ય રીતે મરઘાં અને બતકમાં જોવા મળતો આ વાયરસ હવે કાગડાઓ અને જંગલી પક્ષીઓમાં જોવા મળતાં વન્યજીવ પ્રેમીઓ અને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા ફેલાઈ છે. પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક દેખરેખ વધારી દીધી છે.

પાણીના સ્ત્રોતોને લઈને ખાસ ચેતવણી
આરોગ્ય વિભાગે જારી કરેલી એડવાઈઝરીમાં ખુલ્લા પાણીના સ્ત્રોતો જેમ કે તળાવ, કુવા અને નદીઓના પાણીનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. પક્ષીઓના મળ-મૂત્ર અથવા લાળથી પાણી પ્રદૂષિત થવાનો ખતરો હોવાનું જણાવવામાં આવ્યું છે. લોકોને પાણી ઉકાળીને પીવા અને પક્ષીઓ વધુ સંખ્યામાં હોય તેવા જળાશયોથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે.

નાગરિકો શું રાખશે ધ્યાન?
આરોગ્ય નિષ્ણાતોએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ વિસ્તારમાં કાગડા, બતક અથવા મરઘાં મોટા પ્રમાણમાં મૃત હાલતમાં જોવા મળે તો તેને સ્પર્શ ન કરવો અને તરત જ પશુપાલન વિભાગ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરવી.

કેરળ સરકાર દ્વારા પડોશી જિલ્લાઓમાં વાયરસ ફેલાય નહીં તે માટે સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ પક્ષીપાલકોને તેમના પક્ષીઓના સ્વાસ્થ્ય પર કડક નજર રાખવા અને કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક આઈસોલેશન રાખવાની સૂચના આપવામાં આવી છે

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…