ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ યથાવત, ભારે વરસાદનું યલો એલર્ટ
ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 26 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, છેલ્લા 12 કલાક દરમિયાન રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. આગામી છ દિવસ વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેશે. 21 જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે…
☔ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદનું જોર, હવામાન વિભાગની વધુ વરસાદની આગાહી.
હવામાન અપડેટ: ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, આગામી બે દિવસ પણ વરસાદી માહોલની આગાહી ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે જામ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન છૂટાછવાયા થી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત…
ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને કર્યું આહવાન, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન કરીને વરસાદી પાણીના વધુને વધુ સંચય તથા સંગ્રહથી જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેકટરોને આહવાન કર્યું છે. રાજ્યમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એ આ આહવાન કર્યું હતું કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વિભાગના સચિવ કાન્તારાવ તથા કેન્દ્ર સરકારના અન્ય અધિકારીઓ દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ અને વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેકટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેકટરોએ પોતાના ક્ષેત્રોમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો…
નવરાત્રી બાદ દિવાળી પર પણ પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં નડ્યું હતું. ત્યાર બાદ હવે દિવાળી તહેવાર પર વરસાદનો સામનો કરવો પડે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. આ સાથે જ શક્તિ વાવાઝોડાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી એટલે કે 6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડુંને લઈ પણ આગાહી કરતાં જણાવ્યું કે તે ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. પરંતું તેની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. શક્તિ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય તથા સૌરાષ્ટ્ર તરફ આવતા જ વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે…
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ક્યારે શરૂ થશે ટેકાના ભાવે ખરીદી
રાજ્ય સરકારે રાજયના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. 2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2389 પ્રતિ ક્વિ.,મકાઈ રૂ. 2400 પ્રતિ ક્વિ., બાજરી રૂ.2775 પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. 3699 પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ.3749 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ…
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકાઓમાં વરસાદ, સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે, તા. 29 સપ્ટેમ્બર,2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.17 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 146 ડેમ હાઇ એલર્ટ પર SEOCના અહેવાલ મુજબ સવારે 8 કલાક…












