મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ કરાર, NATO જેવી ગઠબંધનની ચર્ચા તેજ
પશ્ચિમ એશિયામાં વધતા સુરક્ષા પડકારો અને આંતરરાષ્ટ્રીય રાજકીય ફેરફારો વચ્ચે સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર કર્યો છે. મક્કામાં થયેલા આ કરારને ત્રણેય દેશો વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપનાર પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં વિવિધ સંઘર્ષો, સુરક્ષા જોખમો અને પ્રાદેશિક તણાવ સતત વધી રહ્યા છે. ત્રણેય દેશોએ પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને એકબીજા સાથે સહયોગ વધારવા માટે આ કરાર પર સહમતિ વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંયુક્ત રક્ષણનો સંકલ્પ, એક પર હુમલો…
‘ટ્રમ્પનો દાવો ખોટો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધ યથાવત રહેશે’: ઈરાનનો અમેરિકા સામે કડક સંદેશ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધવિરામ અને સમજૂતી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણો અને પ્રતિબંધો યથાવત રહેશે. ઈરાનના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોવાથી તેના પર લાગતા કોઈપણ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર સીધી પડી…
પેન્ટાગોનના કમાન્ડરની ચેતવણી: ઈરાન સંઘર્ષથી અમેરિકાના સૈન્ય સંસાધનો પર દબાણ
વિશ્વની સૌથી શક્તિશાળી સેનામાં ગણાતા અમેરિકાના સૈન્ય સંસાધનો અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા અંગે હવે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. એક અહેવાલ મુજબ, યુરોપમાં અમેરિકી સેનાના કમાન્ડરે પેન્ટાગોનને ચેતવણી આપી છે કે હાલની પરિસ્થિતિમાં લાંબા સમય સુધી એકસાથે અનેક મોરચે સૈન્ય જવાબદારી નિભાવવી મુશ્કેલ બની રહી છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી કમાન્ડરે જણાવ્યું છે કે જો વધારાના સૈન્ય સંસાધનો ઉપલબ્ધ નહીં થાય તો અમેરિકા માટે પોતાની સુરક્ષા અને સહયોગી દેશ ઈઝરાયલની સુરક્ષા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે. આ ચેતવણીએ અમેરિકાની સૈન્ય ક્ષમતા, હથિયારોના જથ્થા અને વૈશ્વિક જવાબદારીઓ અંગે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. પેન્ટાગોનમાંથી સંદેશ લીક થવાથી ચર્ચા તેજ અમેરિકા આ મુદ્દો માત્ર રાજકીય નિવેદન કે બહારના વિશ્લેષણ સુધી મર્યાદિત નથી રહ્યો. અહેવાલ મુજબ, પેન્ટાગોનના…
ઈરાન પર 13 દિવસના હુમલા બાદ ટ્રમ્પનો અચાનક બ્રેક! શું હથિયારોનો જથ્થો ઘટ્યો?
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા લશ્કરી હુમલાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, સતત 13 દિવસ સુધી હુમલા કર્યા બાદ ટ્રમ્પે અમેરિકન સેનાને નવા હુમલા તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકાના એર ડિફેન્સ હથિયારો અને મિસાઈલોના ઘટતા જથ્થાને લઈને લશ્કરી અધિકારીઓએ વ્યક્ત કરેલી ગંભીર ચિંતા હોવાનું કહેવાઈ રહ્યું છે. શું છે સમગ્ર મામલો? મીડિયા અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ, કેબિનેટ સભ્યો અને લશ્કરી નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ઈરાન સામે આગામી હુમલાઓનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ નવા હુમલાની યોજનાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો અને…
હોર્મુઝમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટનો દાવો: સમુદ્રી માઈન સાથે અથડામણની ચર્ચા
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોમાંથી એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ઓઈલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો હોવાનો દાવો ઈરાની મીડિયામાં કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, ટેન્કર પોતાના નિર્ધારિત દરિયાઈ માર્ગથી ભટકી જતાં સમુદ્રી માઈન સાથે અથડાયું હતું, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જોકે, આ સમગ્ર ઘટનાની હજુ સુધી કોઈ સ્વતંત્ર અથવા સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મુખ્ય મુદ્દા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હોવાનો દાવો. ઈરાની મીડિયા અનુસાર ટેન્કર સમુદ્રી માઈન સાથે અથડાયું. ટેન્કર નક્કી કરાયેલા દરિયાઈ માર્ગથી ભટકી ગયું હોવાનું કહેવાય છે. ઈરાન સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું નથી. ટેન્કરની ઓળખ, ક્રૂ અને જાનહાનિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. હોર્મુઝમાં વધેલા તણાવ વચ્ચે ઘટના સામે આવતાં…
હોર્મુઝ સ્ટ્રેટમાં એક પણ જહાજ પર હુમલો થયો તો….: ટ્રમ્પની ચેતવણી
મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકાનું ઈરાનને કડક સંદેશ મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતા કોઈપણ વેપારી અથવા સૈન્ય જહાજ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવશે તો અમેરિકા તેનો જવાબ આપશે અને ઈરાનના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી શકે છે. ટ્રમ્પની આ ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં વૈશ્વિક તેલ અને વેપારી સામાનની અવરજવર થાય છે. મિસાઈલ, ડ્રોન કે અન્ય હુમલાનો પણ અપાશે જવાબ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન…
ખામેનેઈની ટ્રમ્પને ખુલ્લી ધમકી: “દુનિયાના એકેય ખૂણે અમેરિકન સુરક્ષિત નહીં રહે”
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકાને એક સત્ય અને ગંભીર ચેતવણી આપી છે. ‘સદા-એ-ઈરાન’ અખબાર દ્વારા પ્રકાશિત એક તંત્રીલેખમાં ખામેનેઈએ સ્પષ્ટ રૂપે સંકેત આપ્યો છે કે, જો ભવિષ્યમાં ઈરાન વિરુદ્ધ કોઇ નવી લડાઈ શરૂ થાય, તો આ પરિસ્થિતિ મર્યાદિત નહીં રહે, પરંતુ દુનિયાભરમાં ફેલાઈ જશે. “ઈરાન પર હુમલો થતો હોય તો…” લેખમાં જણાવાયું છે કે, જો ઈરાન પર કોઇ સંલગ્ન હુમલો થયો, તો પૂર્વમાં નક્કી કરાયેલી મર્યાદાઓ બદલાઈ જશે. ખામેનેઈના અધિકારીઓના અનુસાર, “અમેરિકાની આક્રમકતા ઈરાનની જમીન પર પહોંચી ગઈ, તો વિશ્વના દરેક ખૂણામાં જ્યાં પણ અમેરિકન નાગરિકો હશે, તેઓ સુરક્ષિત નહીં રહે.” આ સાથોસાથ, ઇરાનના અધિકારીઓએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, તાજેતરના 12 દિવસીય યુદ્ધમાં તેઓએ ‘ઝાયોનિસ્ટ અને અમેરિકન આક્રમણકારો’ને સફળતાપૂર્વક મુકાબલો કર્યો છે, પરંતુ…
લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત
લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે પ્રદેશમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે દાવો કર્યો છે કે બેકા ખીણના બાલબેક વિસ્તારમાં સ્થિત હિઝબુલ્લાહના ત્રણ મહત્વપૂર્ણ કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સૈન્યના જણાવ્યા મુજબ, આ સેન્ટરોનો ઉપયોગ ઇઝરાયેલ વિરુદ્ધ રોકેટ હુમલા અને અન્ય સશસ્ત્ર ગતિવિધિઓના આયોજન માટે થતો હતો. નવેમ્બર 2024ના યુદ્ધવિરામ બાદ આ સૌથી ઘાતક હુમલો ગણાઈ રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર હુસૈન મોહમ્મદ યાઘીનો સમાવેશ થાય છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં…
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ હથિયાર પર જાણો કોને અલ્ટીમેટમ આપ્યું, જાણો વિગત
અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધીમાં બે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ચૂકી છે – ઓમાન અને જિનેવા ખાતે. બંને બેઠકમાંથી કોઈ સ્પષ્ટ પરિણામ નિકળ્યું નથી. તાજેતરમાં વૉશિન્ગટન ડીસીમાં બોર્ડ ઓફ પીસના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ટ્રમ્પે ફરી ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પનો મેસેજ Donald Trumpએ કહ્યું કે ઈરાન સાથે પરમાણુ હથિયાર મુદ્દે કોઈ સ્થાયી અને સાર્થક સમાધાન લાવવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. ટ્રમ્પે જણાવ્યું કે આ અંગેની વાત અમેરિકાએ ઈરાનને પહેલા જ સ્પષ્ટ કરી દીધી છે. તે મુજબ, પરમાણુ હથિયારના મુદ્દે કરેલી વાતચીત સકારાત્મક છે, પરંતુ અમુક જરૂરી પગલાં લીધા વિના કોઈ સમાધાન શક્ય નથી. આગામી તબક્કો ટ્રમ્પે જણાવ્યું કે આગામી 10 દિવસમાં સ્થિતિ પર વધુ સ્પષ્ટતા આવશે.…
ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ની અમેરિકામાં પહેલી બેઠક, પાકિસ્તાનને પણ મળ્યું આમંત્રણ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી નવી આંતરરાષ્ટ્રીય પહેલ “બોર્ડ ઓફ પીસ”ની પહેલી બેઠક આગામી 19 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં યોજાવાની છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગાઝા વિસ્તારમાં પુનર્નિર્માણ માટે નાણાં એકત્ર કરવાનો અને સંઘર્ષ બાદ સ્થિરતા લાવવાના પ્રયાસોને ગતિ આપવાનો છે. માહિતી અનુસાર, આ બેઠક યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ ખાતે યોજાશે, જેમાં વિવિધ દેશોના નેતાઓ અને ગાઝા માટે રચાયેલી કાર્યકારી સમિતિના સભ્યો હાજરી આપી શકે છે. આ સમિતિ ગાઝાના શાસન, સુરક્ષા અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે. ‘બોર્ડ ઓફ પીસ’ની રચના મૂળરૂપે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ બાદ ગાઝામાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે કરવામાં આવી હતી. તેનો હેતુ યુદ્ધવિરામને મજબૂત બનાવવો, માનવતાવાદી સહાયમાં વધારો કરવો અને લાંબા ગાળે ગાઝાનું પુનર્નિર્માણ સુનિશ્ચિત કરવાનો છે. જોકે, અહેવાલો…
















