પાકિસ્તાનની હોસ્પિટલમાં ભીષણ આગ: 14 નવજાતનાં મોત, ACમાં ખામીથી આગ લાગ્યાની આશંકા
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બુધવારે સવારે બનેલી એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં અનેક નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યો છે. ઇસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં આવેલા નવજાત શિશુઓના વોર્ડમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 14 નવજાત શિશુઓનાં મોત થયા છે, જ્યારે એક બાળકને જીવિત બચાવી લેવામાં આવ્યું હતું. શરૂઆતના અહેવાલોમાં મૃત્યુઆંક 15 હોવાનું પણ જણાવાયું હતું, પરંતુ બાદમાં હોસ્પિટલ અને સરકારી અધિકારીઓએ 14 બાળકોનાં મોતની પુષ્ટિ કરી છે. હોસ્પિટલમાં સવારે 6:45 વાગ્યે આગ લાગી મળતી માહિતી પ્રમાણે બુધવારે સવારે આશરે 6:45 વાગ્યે PIMS હોસ્પિટલના ત્રીજા માળે આવેલા Mother and Child Health Wardના NICUમાં આગ લાગી હતી. આ વોર્ડમાં નવજાત બાળકો સારવાર હેઠળ હતાં. આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં વોર્ડમાં…
ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું
આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…
ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો, એક વર્ષમાં 79 હજાર નવા દર્દીઓ નોંધાયા, 43 હજારથી વધુ લોકોના મોત
ગુજરાતમાં કેન્સર એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર તરીકે સામે આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કેન્સરના નવા કેસ અને તેના કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં અંદાજે 10 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરના આંકડાઓ મુજબ વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં લગભગ 79 હજાર નવા કેન્સરના દર્દીઓ નોંધાયા છે, જ્યારે 43,500થી વધુ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થયા છે. આ આંકડાઓ રાજ્યમાં કેન્સર સામે વધુ અસરકારક જાગૃતિ, સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત દર્શાવે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ગુજરાતમાં દરરોજ સરેરાશ 217 નવા કેન્સરના કેસ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, દરરોજ સરેરાશ 119 લોકો કેન્સરના કારણે જીવ ગુમાવી રહ્યા છે, જે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જીવનશૈલીમાં બદલાવ, તમાકુ અને ગુટખાનું વધતું સેવન,…
💊 “દવાઓનો જવાબદાર ઉપયોગ જ સુરક્ષિત આરોગ્યની ચાવી.”
કફ સિરપના દુરુપયોગને રોકવા સરકારનો મોટો નિર્ણય, કેટલીક દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત કફ સિરપના વધતા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કેટલીક ચોક્કસ પ્રકારની કફ સિરપ અને નિયંત્રિત દવાઓ માત્ર નોંધાયેલ તબીબના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ દવાઓના ગેરવપરાશને રોકવાનો અને લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તાજેતરના સમયમાં કેટલીક કફ સિરપનો નશા માટે દુરુપયોગ થતો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ખાસ કરીને યુવાઓમાં આવા દુરુપયોગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દવાઓના વેચાણ અને વિતરણ પર વધુ કડક દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા મુજબ ફાર્મસી સંચાલકોને પ્રિસ્ક્રિપ્શન વિના નિર્ધારિત દવાઓનું વેચાણ ન કરવાની સૂચના આપવામાં આવશે. સાથે જ દવાઓના વેચાણનો…
વાંકી કરોડરજ્જુને મળી સીધી રાહ: અમદાવાદમાં ઈન્ડો-અમેરિકન ડૉક્ટરો દ્વારા 7 બાળકોની નિઃશુલ્ક કાઇફોસ્કોલિયોસિસ સર્જરી સફળ
અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા 7 બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર 1000 બાળકોમાં 1 બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ એક નવી આશા લઈને આવ્યો છે. ‘કાઇફોસ્કોલિયોસિસ’ એક ગંભીર બીમારી છે, જેમાં બાળકની કરોડરજ્જુ સાપની જેમ વાંકી વળી જાય છે, તેની સારવાર સામાન્ય મધ્યમ વર્ગ માટે એક સ્વપ્ન સમાન હોય છે. પરંતુ, ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના માધ્યમથી આ સ્વપ્ન હકીકત બન્યું છે. દર્દીના જીવનું જોખમ અને સર્જરીની જટિલતા સર્જરીની જટિલતા અંગે ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના…
પેપર કપમાં ચા પીવાથી કેન્સર થાય છે?, નિષ્ણાત ડૉક્ટરે આપ્યો વૈજ્ઞાનિક જવાબ!
ચા પ્રેમીઓ માટે મહત્વના આરોગ્ય સમાચાર સામે આવ્યા છે. IIT ખડગપુરના એક તાજેતરના અભ્યાસ અનુસાર, જો ગરમ ચા અથવા અન્ય ગરમ પ્રવાહી 15 મિનિટ સુધી પેપર કપમાં રાખવામાં આવે, તો આશરે 25,000 જેટલા માઇક્રોપ્લાસ્ટિક કણો તે ચા સાથે શરીરમાં જઈ શકે છે. આ કણોમાં પેલેડિયમ, ક્રોમિયમ અને કેડમિયમ જેવી ઝેરી ધાતુઓ હોવાની સંભાવના છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે. આ દાવા પર સ્પષ્ટતા કરતાં ઈન્દોરના જાણીતા ઓન્કોલોજિસ્ટ ડૉ. સુનીલ લોકવાણીએ જણાવ્યું કે આ મુદ્દે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. તેમના મુજબ, કેન્સર એક જ કારણથી થતું નથી, પરંતુ અનેક પરિબળો તેનું જોખમ વધારતા હોય છે. ગરમ પ્રવાહી પેપર કપના આંતરિક પ્લાસ્ટિક કોટિંગને ઓગાળી શકે છે, જેના કારણે નાનાં પ્લાસ્ટિક કણો શરીરમાં જઈ…












