વાંકી કરોડરજ્જુને મળી સીધી રાહ: અમદાવાદમાં ઈન્ડો-અમેરિકન ડૉક્ટરો દ્વારા 7 બાળકોની નિઃશુલ્ક કાઇફોસ્કોલિયોસિસ સર્જરી સફળ

અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા 7 બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર 1000 બાળકોમાં 1 બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ એક નવી આશા લઈને આવ્યો છે.

‘કાઇફોસ્કોલિયોસિસ’ એક ગંભીર બીમારી છે, જેમાં બાળકની કરોડરજ્જુ સાપની જેમ વાંકી વળી જાય છે, તેની સારવાર સામાન્ય મધ્યમ વર્ગ માટે એક સ્વપ્ન સમાન હોય છે. પરંતુ, ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના માધ્યમથી આ સ્વપ્ન હકીકત બન્યું છે.

દર્દીના જીવનું જોખમ અને સર્જરીની જટિલતા
સર્જરીની જટિલતા અંગે ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના ડૉક્ટરો જણાવે છે કે, આ એક અત્યંત જટિલ સર્જરી છે. સરેરાશ 4 થી 5 કલાક સુધી ચાલતી આ સર્જરીમાં કરોડરજ્જુને સીધી કરતી વખતે અત્યંત નાજુક ચેતાઓ (Nerves) અને રક્તવાહિનીઓ વચ્ચે કામ કરવાનું હોય છે. સર્જરી દરમિયાન મુખ્ય પડકાર સતત ‘ન્યુરો-મોનિટરિંગ’નો હોય છે. જો કોઈ પણ પગલું ખોટું પડે, તો મુખ્ય રક્તવાહિનીની ઈજાને કારણે દર્દીનો જીવ જઈ શકે છે અથવા જીવનભરનો લકવો (Paralysis) આવી શકે છે. આ જોખમને ખાળવા માટે અમેરિકન ન્યુરો-મોનિટરિંગ ટીમ અને એનેસ્થેસિયા નિષ્ણાતોએ પણ ટેકનિકલ સહયોગ આપ્યો હતો.

ખાનગી હોસ્પિટલના ખર્ચ સામે સરકારી સુરક્ષા કવચ
આર્થિક પાસા પર નજર કરીએ તો, આ પ્રકારની જટિલ સર્જરીનો ખર્ચ ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૫ થી ૧૦ લાખ જેટલો આંકવામાં આવે છે. ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ વર્ષ દરમિયાન આવી ૩૦ થી ૪૦ સર્જરીઓ કરે છે. આ કેમ્પમાં ૯ વર્ષના એક બાળક પર ‘ગ્રોઇંગ રોડ સર્જરી’ કરવામાં આવી હતી, જે આધુનિક મેડિકલ સાયન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ‘ગ્રોઇંગ રોડ સર્જરી’ બાળકની ઉંમર વધવાની સાથે તેની કરોડરજ્જુને સીધી રાખવામાં મદદ કરશે.

આ કેમ્પના આયોજનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા બાળકો અને દર્દીઓને પણ વિશાળ લાભ મળ્યો. આ પહેલ અનેક પરિવારો માટે નવી આશા લઈને આવી છે.

ટીમ વર્ક, ગ્લોબલ પાર્ટનરશીપ અને મેડીકલ એકસેલન્સનું ઉત્તમ ઉદાહરણ
આ કેમ્પમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. પિયુષ મિતલ અને ડૉ. પ્રેરક યાદવે સર્જરીનું નેતૃત્વ કર્યું હતું. તેમને એનેસ્થેસિયા ટીમમાં ડૉ. રીમા વનસોલા અને ડૉ. કિંજલ આનંદે પૂરતો સહયોગ આપ્યો હતો. જ્યારે અમેરિકાથી આવેલા સ્પાઇન સર્જન્સ ડો.વિરલ જૈન, ડો. હર્ષદ પટેલ, ડો. કેરન યંગ , ડો. ડેવેલ કેરોલ અને ડો. સ્કોટ કોવન એ જટિલ પ્રક્રિયાઓમાં પોતાની કુશળતાનો લાભ આપ્યો હતો. આ સફળતા બાદ આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ પણ આ માનવીય અભિગમને બિરદાવ્યો હતો.

સંસ્થાના નિયામક ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે ‘ઇન્ડો-અમેરિકન-ઇન્ટરનેશનલ’ સહયોગને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. આ પ્રકારના સહયોગ દ્વારા માત્ર જટિલ સારવાર જ શક્ય નથી બનતી, પરંતુ મેડિકલ વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો માટે ‘શૈક્ષણિક એક્સચેન્જ પ્રોગ્રામ’ ને પણ વેગ મળશે. આનાથી ગુજરાતમાં મેડિકલ અને સર્જિકલ શિક્ષણના વિકાસમાં પાયાનું યોગદાન મળશે.

સર્જરી બાદ દર્દીઓ માટે ‘પોસ્ટ સર્જરી રિહેબિલિટેશન’ (પુનર્વસન) પણ એટલું જ મહત્વનું છે, જેના પર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આ સફળ પ્રયોગે સાબિત કર્યું છે કે ઉચ્ચ ટેકનોલોજી અને નિષ્ણાત હાથોનો સમન્વય સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…