મોરેશિયસમાં વડાપ્રધાન મોદીનું ફુલોનો હાર પહેરાવી, ગળે લગાવી કરાયું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચ્યા છે. પોર્ટ લુઇસ એરપોર્ટ પર મોરેશિયસના પીએમ નવીન રામગુલામે ફૂલોની માળા પહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ સમય દરમિયાન, બંને નેતાઓ વચ્ચે ઘણી ઉષ્માભરી વાતચીત જોવા મળી. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ આ સમારોહમાં ભાગ લેશે. આ પણ વાંચો :- આજે લોકસભામાં રજુ થશે આ બિલ, ભારતમાં ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાર્યવાહીની જોગવાઇ મોરેશિયસમાં પીએમ મોદીનું ખૂબ જ ખાસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. પીએમ નવીન રામગુલામ તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા. આ દરમિયાન તેમણે પહેલા પીએમ મોદીને ગળે લગાવ્યા, પછી તેમને…