સુરત પાલિકાની કામગીરી સામે સવાલ: પુણા-વરાછામાં હોટ ફિક્સ વેસ્ટના ઢગલામાં આગ

સુરત શહેરમાં હોટ ફિક્સ વેસ્ટના બેફામ નિકાલની સમસ્યા હવે માત્ર ગંદકી અને પર્યાવરણ પૂરતી સીમિત રહી નથી. પુણા-વરાછા વિસ્તારમાં રસ્તાની બાજુ, ખુલ્લી જગ્યાઓ અને ખાડી કાંઠે ઠલવાતા પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા વચ્ચે આગ લાગવાની ઘટના સામે આવતા સુરક્ષા અને ફાયર હેઝાર્ડનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. રસ્તા નજીક મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્લાસ્ટિક વેસ્ટ પડેલો હોવાને કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ટેક્સટાઇલ, એમ્બ્રોઇડરી અને હોટ ફિક્સ ઉદ્યોગોના કારણે આ વિસ્તારમાં દરરોજ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. માત્ર વરાછા વિસ્તારમાંથી જ દરરોજ અંદાજે 40 મેટ્રિક ટનથી વધુ હોટ ફિક્સ વેસ્ટ નીકળતો હોવાનો અંદાજ છે. આટલા મોટા જથ્થાના કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન માટે અસરકારક સિસ્ટમ જરૂરી છે, પરંતુ જાહેર સ્થળોએ કચરો ઠાલવવાની ફરિયાદો વચ્ચે પાલિકા…

રાજસ્થાનના બીકાનેરમાં ગમખ્વાર અકસ્માત: પતિ-પત્ની સહિત 3નાં મોત, એક ગંભીર

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નોંખાથી માડપુરા ગામ તરફ જઈ રહેલી કારને ખીંવસર-માડપુરા માર્ગ પર સામેથી રોંગ સાઈડમાં આવેલા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યો છે. પરિવાર સાથે ગામ તરફ જઈ રહ્યા હતા રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં મળતી માહિતી મુજબ, સુગનારામ ડૂડી પોતાના પરિવાર સાથે નોંખાથી માડપુરા ગામ તરફ પરત ફરી રહ્યા હતા. પરિવાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન ખીંવસર-માડપુરા માર્ગ પર સામેથી પૂરપાટ ઝડપે ડમ્પર આવ્યું હતું.…

અમરેલીના રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાથી ફફડાટ: વન વિભાગ દોડતું થયું

ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહો અને દીપડાના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને આસપાસના ગામોમાં સિંહ તથા દીપડાના આંટાફેરાના વીડિયો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજુલા શહેરમાં દીપડો જોવા મળ્યો હતો, જ્યારે નજીકના ધુડિયા આગરીયા ગામમાં ત્રણ સિંહો શિકારની શોધમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયા બાદ વન વિભાગની ટીમ સક્રિય બની છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલીના રાજુલા શહેરમાં દીપડો દેખાતા લોકોમાં ભય અમરેલી જિલ્લાના રાજુલા શહેરના આગરીયા જકાત નાકા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સન્યાસ આશ્રમ…

ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નયા ગામમાં આવેલી એક ફટાકડા ફેક્ટ્રીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે કેટલાક અન્ય લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ, ફાયર બ્રિગેડ અને રાહત ટીમો દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટ બાદ ફેક્ટ્રીનો ભાગ ધરાશાયી મળતી માહિતી મુજબ, ફટાકડા ફેક્ટ્રીમાં થયેલા વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટ્રીનો એક મોટો ભાગ ધરાશાયી…

સુરત : પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકનું દુઃખદ અવસાન

સુરત જિલ્લામાં પોલીસ ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી દરમિયાન એક યુવકનું દુઃખદ અવસાન થયાની ઘટના સામે આવી છે. બનાવ કામરેજ તાલુકાના વાવ વિસ્તારમાં આવેલા SRP ગ્રુપ–11ના મેદાનમાં બન્યો હતો, જ્યાં ઉમેદવારોની દોડ સહિતની શારીરિક પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી. શું છે સમગ્ર મામલો? મૃતક યુવકની ઓળખ વલસાડ જિલ્લાના રહેવાસી રવિન્દ્ર બારિયા તરીકે થઈ છે. માહિતી મુજબ, દોડની પરીક્ષા દરમિયાન અચાનક તે મેદાનમાં ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર સ્ટાફ અને અન્ય ઉમેદવારો દ્વારા તરત જ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તબિયત સ્થિર થયા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં કામરેજ ખાતે રોકાયેલા સમયે તેની તબિયત ફરી બગડતાં તે બેભાન થઈ ગયો. ફરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ…

રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા

રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા. ઘટના વિગત વહેલી સવારે ડોક્ટર પોતાના હોસ્ટેલમાંથી નીકળ્યા હતા અને તેમના ગાયબ થવાની ફરિયાદો નોંધાઈ હતી. હોસ્ટેલમાંથી નીકળતા તેમના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જે પોલીસે તપાસના માટે ઉપયોગ કર્યો. ડોક્ટરે સ્યુસાઇડ નોટ લખી હોવાની જાણ થતા, ગાંધીગ્રામ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓ પરાપીપળીયા વિસ્તારમાં મળી આવ્યા. રેલવે ટ્રેક પર બચાવ ડોક્ટર રેલવે ટ્રેક પર આપઘાત કરવા જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તેમને બચાવી લીધો. પ્રાથમિક માહિતી મુજબ,…

અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત

અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને સેકડો મુસાફરોનો જીવ બચી ગયો. ઘટનાની વિગત ટ્રેન ચિતલથી ખીજડિયા તરફ જતા સમયે ટ્રેક પર અચાનક અવરોધો દેખાયા. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધું, જેના કારણે ભયંકર દુર્ઘટનાથી બચી શકાય. પોલીસ અને રેલવેની કામગીરી ઘટના જાણતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરવામાં આવ્યા ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ અજાણ્યા શખ્સોને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ કાવતરું બતાવે છે કે રેલવે સુરક્ષા જાળવવી…

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક બાળક બોરવેલમાં પડ્યું, ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આજે એક બાળક બોરવેલ જેવા ખાડામાં પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરવેલ ટાઈપના ખાડામાં બાળક અચાનક ખાબકી ગયું હતું. ફાયર ટીમે ઝડપથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટના ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આશરે છ મહિના અગાઉ સેક્ટર-1ના ચ-0 વિસ્તારમાં નવા બગીચાના કામ દરમિયાન ખાડામાં પડી જતાં એક…

દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક, બ્યુટી પાર્લરમાં તોડફોડ; ત્રણ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમ દરગાહ નજીક આવેલી એક બ્યુટી પાર્લરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના નોંધાઈ છે, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્યુટી પાર્લર નજીક બેઠેલા કેટલાક યુવકોને બેસવા અને બુમાબુમ ન કરવા અંગે ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે હુમલો કરી બ્યુટી પાર્લરમાં તોડફોડ કરી હતી. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ…

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં LPG સિલિન્ડર બ્લાસ્ટની ઘટના, 4–5 મકાન બળીને થયા ખાખ

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભીષણ આગની ઘટના બની છે. સિલિન્ડર વિસ્ફોટ બાદ લાગેલી આગમાં 4થી 5 મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, દછન વિસ્તાર પર્વતીય હોવાથી ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ હિંમત દાખવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી આગ પર કાબુ ઘટનાની જાણ થતા કિશ્તવાડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લેવા કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે અનેક પરિવારોને ભારે આર્થિક નુકસાન થયું છે. આગમાં ઘર બળીને ખાખ…