વિશ્વ લીવર દિવસ 2025: ‘ખોરાક એ દવા છે’ થીમ સાથે યકૃતના આરોગ્ય અંગે જાગૃતિનો સંદેશ
દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ છે લોકોમાં યકૃત (લીવર)ના સ્વાસ્થ્ય અને સંભવિત રોગો અંગે જાગૃતિ લાવવી. 2025ની થીમ છે: “Food is Medicine” ખોરાક એ દવા છે, જે જણાવે છે કે યોગ્ય આહાર લાવ્યા વિના આરોગ્યમય યકૃત શક્ય નથી. શરીરમાં લીવરની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે? લિવર આપણા શરીરનું એક અત્યંત જરૂરી અંગ છે, જે: – લોહીને શુદ્ધ કરે છે – પાચનમાં મદદ કરે છે – પોષક તત્વો સંગ્રહ કરે છે – ટૉક્સિન દૂર કરે છે – દવાઓને બ્રેકડાઉન કરે છે ડૉ. અજિતાભ શ્રીવાસ્તવ (HPB સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ડિરેક્ટર, મેક્સ હોસ્પિટલ) કહે છે,”લીવર વારંવાર કોઇ લક્ષણો વિના નુકસાન પામે છે, અને જ્યારે લક્ષણો દેખાય છે ત્યારે બહું મોડું થઈ ગયું…







