બ્રિટનની અમીરોની યાદી જાહેર: કિંગ ચાર્લ્સ અને સુનક સમાન સંપત્તિ સાથે, હિન્દુજા પરિવાર ફરી ટોચ પર

બ્રિટનની અમીરોની વર્ષ 2024 માટેની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં ભારતીય મૂળના હિન્દુજા પરિવારે ફરી એક વખત ટોચની પદવી મેળવી છે. તેમ જ, બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક હવે સમાન સંપત્તિ ધરાવતા ધનિકોની યાદીમાં જોડાયા છે. કિંગ ચાર્લ્સ ત્રીજા: 640 મિલિયન પાઉન્ડની કુલ સંપત્તિ 76 વર્ષીય રાજા ચાર્લ્સ ત્રીજાની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં અંદાજે £30 મિલિયનનો વધારો થયો છે, જેના કારણે તેમની કુલ સંપત્તિ £640 મિલિયન થઈ છે. આ વૃદ્ધિ સાથે તેઓ ધનિકોની યાદીમાં 20 સ્થાનો ઉછળી 238મા સ્થાન પર પહોંચી ગયા છે. તેઓ હવે ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની જોડીને સરખી સ્તરે છે. છતાં, રિપોર્ટ મુજબ, કિંગની મોટાભાગની સંપત્તિ તેમની વ્યક્તિગત માલિકીની નથી. તેમનાં બે મોટા એસ્ટેટ બાલમોરલ અને…