ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક નજરે જોનાર સાક્ષીની જુબાની, તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે

અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સાક્ષીની જુબાની નોંધાઈ છે. નજરે જોનાર સાક્ષીએ કોર્ટમાં ઘટનાની વિગત આપતા કેસમાં નવા વળાંકની શક્યતા ઊભી થઈ છે. અકસ્માત સમયે બ્રિજ પર હાજર હતો સાક્ષી મકરબા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું કે 19 જુલાઈ 2023ના રોજ તે પોતાના બે મિત્રો સાથે એક્ટિવા પર વૈષ્ણોદેવી સર્કલ પાસે નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરીને પરત ફરતી વખતે ઇસ્કોન બ્રિજ પર મોટી ભીડ જોઈ તેઓ ત્યાં રોકાયા હતા. સાક્ષીના જણાવ્યા મુજબ બ્રિજ પર અગાઉ ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાને જોવા માટે લોકો એકઠા થયા હતા. તે સમયે રાત્રિના અંદાજે 1 વાગ્યા હતા.…

બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર, વાળ કાપી મૂક્યા; જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસાના કેસો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજના નદીપારા વિસ્તારમાં એક હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર થયો. આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધ્યું અને વાળ કાપી નાખ્યા, સાથે જ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિતાએ સ્થાનિક હેલ્પ માટે નજીકના લોકોને આ ઘટના જણાવી તેને સદર હોસ્પિટલમાં દાખલ કરાઈ. તેના બાદ મહિલા દ્વારા શાહીન અને તેના સાથી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક સ્રોતો મુજબ, પીડિતાએ આશરે અઢી વર્ષ પહેલાં શાહીન અને તેના ભાઈ પાસેથી જમીન અને ઘર ખરીદ્યું હતું. ત્યારથી શાહીન મહિલા પર નજર રાખતો હતો અને અનેક વખત તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેના પ્રસ્તાવનો ઇનકાર કર્યો તો શાહીન અને…

ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસ : આરોપી તથ્ય પટેલ સામે આજે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોક અને આક્રોશ ફેલાયો હતો. લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હોવા છતાં, દસથી વધુ વખત ચાર્જફ્રેમની કાર્યવાહી મુલતવી રહી હતી. મૃતકોના પરિવારો તથા વકીલોએ વારંવાર વિનંતી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાની સુચના આપી હતી. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે કાર્યવાહી ઝડપી બની રહી છે. આજે તથ્ય પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ અંતર્ગત સત્તાવાર રીતે ચાર્જફ્રેમ કરવામાં આવશે. ચાર્જફ્રેમ થવાની પ્રક્રિયા બાદ કેસની ટ્રાયલ શરુ થશે અને…

દિલ્હી બોમ્બ વિસ્ફોટ : અમિત શાહે જણાવ્યું, દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું

દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક સંદેશો આપ્યા છે. ઉત્તર ઝોનલ કાઉન્સિલની 32મી બેઠકમાં શાહે જણાવ્યું કે, દિલ્હી બોમ્બ બ્લાસ્ટના ગુનેગારો પાતાળમાંથી પણ મળી આવશે અને તેમને દેશની ન્યાયિક વ્યવસ્થામાં લાવવામાં આવશે. શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ આતંકવાદ સામે લડતમાં વધુ કડક અને નિર્ણાયક બન્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતની સુરક્ષા એપ્રણાલીઓ અને સરકારના ટ્રેક રેકોર્ડ પરથી દોષિતોને પાતાળમાંથી શોધી કાઢવામાં વિશ્વાસ રાખી શકાય છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં કુલ 15 લોકોના મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા હતા. 10 નવેમ્બરે સાંજે 7 વાગ્યે આત્મઘાતી બોમ્બર દ્વારા કારમાં વિસ્ફોટ થયો હતો, જ્યારે 14 નવેમ્બરે રાત્રે 11:20 વાગ્યે નૌગામ પોલીસ સ્ટેશન નજીક બીજું વિસ્ફોટ થયો હતો,…

રાજકોટમાં ડમ્પરનો કહેર: બેફામ રફતાર અને રોંગ સાઇડ ડ્રાઈવિંગે યુવકનો લીધો જીવ

શહેરમાં ડમ્પર અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે અને હવે ટ્રાફિક નિયમોને તાક પર રાખીને ચલાવાતા ડમ્પરો સામાન્ય નાગરિકોના જીવ માટે ખતરો બની રહ્યા છે. આજે સવારે મોરબી રોડ પર એક વધુ દયનિય અકસ્માતમાં એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. રોંગ સાઈડથી આવતા ડમ્પરે કર્યો કહેર પ્રાપ્ત માહિતી અનુસાર, એક બેફામ ડમ્પર રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને માર્ગ પર ચાલતા ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા. આ ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક પર સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પલટાતી ટ્રાફિક વ્યવસ્થા અને વધતા અકસ્માતો છેલ્લા 15 દિવસમાં રાજકોટમાં ડમ્પર સાથે સંબંધિત અકસ્માતોમાં અત્યાર સુધીમાં…

કરુર રેલી ભાગદોડ કેસ: મદ્રાસ હાઈકોર્ટમાં અરજી, વિજયની TVK રેલીઓ પર પ્રતિબંધની માંગ

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અને TVK (તમિલગા વેત્રી કઝગમ) પાર્ટીના પ્રમુખ વિજય સામે ગંભીર કાનૂની પડકાર ઉભો થયો છે. કરુર જિલ્લામાં થયેલી દુર્ઘટનાપૂર્વકની ભીડભાગદોડની ઘટનાને પગલે, મદ્રાસ હાઈકોર્ટમાં રજૂ થયેલી અરજીમાં વિજયની આગામી તમામ રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી આજ રોજ મદ્રાસ હાઈકોર્ટે કરુરની ઘટનાની પૃષ્ઠભૂમિમાં TVK દ્વારા આયોજિત ભવિષ્યની રાજકીય રેલીઓ અંગે જાહેર સલામતીના મુદ્દે સુનાવણી શરૂ કરી. પીડિત પક્ષ દ્વારા રજૂ કરાયેલ અરજીમાં કહેવામાં આવ્યું કે “જ્યાં સુધી ઘટનાની પૂરી તપાસ ન થાય અને જવાબદારી નિર્ધારિત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાહેર રેલીને મંજૂરી ન આપવામાં આવે.” અરજદારનું તર્ક: ‘જીવનનો અધિકાર સૌથી પ્રથમ’ અરજદાર સેન્થિલકન્નને દલીલ કરી છે કે જાહેર સલામતી, લોકોનો જીવ અને કલમ 21…

પંજાબ: ઝેરી દારૂથી 21 લોકોના મોત, 10ની ધરપકડ, અનેક અધિકારીઓ સસ્પેન્ડ

પંજાબના અમૃતસર જિલ્લાના માજીઠા વિસ્તારમાં બનેલી ઝેરી દારૂ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મૃત્યુ થયાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 10 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનાના દ્રશ્યો હ્રદયવિદ્રાવક છે. કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ દીકરો, તો કોઈએ પિતા. સમગ્ર માજીઠા વિસ્તારમાં શોક અને આંસુઓનું માહોલ છવાઈ ગયો છે. 10 આરોપીઓ ઝડપાયા, પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ ઘટનાની તપાસમાં જડપાઈ આવેલા મુખ્ય આરોપીઓમાં સાહિબ સિંહ, પ્રભજીત સિંહ, કુલબીર સિંહ, નિંદર કૌર, ગુરજંત સિંહ, અરુણ ઉર્ફે કાલા, સિકંદર સિંહ ઉર્ફે પપ્પુ, તેમજ લુધિયાણાના સાહિલ કેમિકલ્સના માલિક પંકજ કુમાર ઉર્ફે સાહિલ અને અરવિંદ કુમારનો સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક પગલાં લેતાં માજીઠાના ડીએસપી અમોલક સિંહ અને…