ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક નજરે જોનાર સાક્ષીની જુબાની, તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે

અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સાક્ષીની જુબાની નોંધાઈ છે. નજરે જોનાર સાક્ષીએ કોર્ટમાં ઘટનાની વિગત આપતા કેસમાં નવા વળાંકની શક્યતા ઊભી થઈ છે.

અકસ્માત સમયે બ્રિજ પર હાજર હતો સાક્ષી
મકરબા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું કે 19 જુલાઈ 2023ના રોજ તે પોતાના બે મિત્રો સાથે એક્ટિવા પર વૈષ્ણોદેવી સર્કલ પાસે નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરીને પરત ફરતી વખતે ઇસ્કોન બ્રિજ પર મોટી ભીડ જોઈ તેઓ ત્યાં રોકાયા હતા. સાક્ષીના જણાવ્યા મુજબ બ્રિજ પર અગાઉ ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાને જોવા માટે લોકો એકઠા થયા હતા. તે સમયે રાત્રિના અંદાજે 1 વાગ્યા હતા.

બ્રેક માર્યા વગર કાર ભીડ પર ફરી વળી
સાક્ષીએ જણાવ્યું કે એસ.જી. હાઈવે તરફથી પૂરઝડપે આવતી લક્ઝુરિયસ જેગુઆર કારના ચાલકે કોઈ બ્રેક માર્યા વગર સીધી જ ભીડ પર ગાડી ચઢાવી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે તે પોતે પણ ઉછળી જઈ દૂર ફંગોળાઈ ગયો.

ગંભીર ઈજાઓ, કારમાં હતા પાંચ લોકો
અકસ્માતમાં સાક્ષીને બંને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવતા તેણે જોયું કે કારમાં બે યુવકો અને ત્રણ યુવતીઓ સવાર હતા. બાદમાં તેને ખબર પડી કે કાર ચલાવનાર તથ્ય પટેલ હતો.

પોલીસ અને હોમગાર્ડ સહિત 9 લોકોનાં મોત
સાક્ષીએ વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં સ્થળ પર જ બે પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ સહિત કુલ 9 લોકોનાં મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ તેને અને તેના મિત્રને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આગામી મુદતે વધુ સાક્ષીઓની જુબાની
આ સાક્ષીની જુબાની બાદ કેસ વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. કોર્ટમાં આગામી મુદતે વધુ સાક્ષીઓની જુબાની લેવાશે, જેના કારણે આરોપી તથ્ય પટેલ સામેની કાનૂની કાર્યવાહી વધુ કઠોર બની શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Gandhinagarમાં SLBCની ૧૯૦મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું છેવાડાના માનવી સુધી ધિરાણ પહોંચાડવા આહવાન Inclusive Growth 2026

Gandhinagarમાં SLBCની 190મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું બેન્કર્સને આહવાન, છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચાડો ધિરાણ Gandhinagarમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલે MSME, મહિલા ઉદ્યોગકારો, ખેડૂતો અને ગ્રામીણ કારીગરો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સને આહવાન કર્યું. Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી ધિરાણ પહોંચાડવા, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ગ્રામીણ કારીગરોને સમયસર નાણાકીય સહાય સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કર્સને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’**ના અભિગમને સાકાર કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બેન્કિંગ સેવાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેન્કિંગ ક્ષેત્રે…