જામનગરમાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસર ધાર્મિક સ્થળનાં દબાણ કરાયા દૂર

B INDIA જામનગર : જામનગરમાં તંત્રનુ બુલડોઝર ગેરકાયદેસર કરાયેલા દબાણ પર ફરી વળ્યું છે. જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થળના દબાણ દૂર કરવામાં આવ્યા છે.સરકારી જમીન પર ધાર્મિક સ્થાન બનાવી દેવામાં આવ્યું હતુ. ત્યારે આજે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે.અને 10 હજાર સ્કવેર ફિટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. -> નોટિસ આપ્યા બાદ કરાઈ કાર્યવાહી :- સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયું હતુ જેમાં મામલતદારા દ્વારા અવાર-નવાર જે તે ધાર્મિક સ્થળને નોટીસ આપવામાં આવી હતી તેમ છત્તા નોટીસનો જવાબ નહી અને સરકારી જગ્યા ખાલી કરવામાં આવતી ન હતી ત્યારે આજે વહેલી સવારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે,ત્યારે પોલીસ અને તંત્રની ટીમે દબાણ દૂર કર્યા છે,કોઈ અઈચ્છનીય ઘટના ના બને તેને લઈ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો…