ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર: નવી કારોબારી યાદી જાહેર, 79 સભ્યોને સ્થાન

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવી પ્રદેશ કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. નવા કાફલામાં કુલ 79 સભ્યોનો સમાવેશ છે, સાથે 26 આમંત્રિત સભ્યોને પણ સ્થાન મળ્યું છે. યાદીમાં રાજકીય મજબૂતી અને અનુભવી નેતાઓનો સમાવેશ નવાં સભ્યોમાં ખાસ કરીને રાજકોટથી ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરિયા અને રાજુ ધ્રુવને સ્થાન આપવામાં આવ્યું છે. આમંત્રિત સભ્યોમાં સિનિયર નેતાઓ, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ જિલ્લા પ્રમુખોનો સમાવેશ છે. જુના જોગીઓ અને કોંગ્રેસથી જોડાયેલા નેતાઓ સુરતથી દર્શનાબેન જરદોશ, પંચમહાલથી નિમિષાબેન સુથાર, અમદાવાદથી યોગેશ ગઢવી સહિતના નેતાઓને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,…

ગુજરાત ભાજપ સંગઠનની જાહેર કરાયેલ નવી ટીમની આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ ભાજપ પ્રદેશ સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શનિવારે મોડી રાતે જાહેર કરાયેલી આ ટીમમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ આવતીકાલે સવારે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રદેશ આગેવાનો હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ તેમજ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપ પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારોની યાદી ભાજપ પ્રદેશ સંગઠનમાં ચાર મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં – અનિરૂદ્ધ દવે (કચ્છ) – ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ) – અજય બ્રહ્મભટ્ટ…

કોંગ્રેસ સ્થાપના દિવસ : 140 વર્ષમાં બન્યા અનેક દિગ્ગ્જ પ્રમુખો, ઉતાર-ચઢાવથી ભરેલી રાજકીય સફર

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુરુવારે તેનો ૧૩૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પાર્ટી દ્વારા નાગપુરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને “હૈં તૈયાર હમ” નામની મેગા રેલી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે. કોંગ્રેસની સ્થાપના કેવી રીતે થઈ? 28 ડિસેમ્બર, 1885ના રોજ, બ્રિટિશ શાસન દરમિયાન, થિયોસોફિકલ સોસાયટીના અગ્રણી સભ્ય એ.ઓ. હ્યુમની પહેલ પર બોમ્બે (હાલ મુંબઈ) ખાતે ગોકુલદાસ સંસ્કૃત કોલેજના મેદાનમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 72 પ્રતિનિધિઓ ભેગા થયા. આ બેઠકમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામની રાજકીય સંસ્થાની સ્થાપના થઈ. કોંગ્રેસના પ્રથમ પ્રમુખ તરીકે વ્યોમેશચંદ્ર બેનર્જીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે એ.ઓ. હ્યુમ સ્થાપક મહાસચિવ રહ્યા. 138 વર્ષમાં 57 પ્રમુખો કોંગ્રેસના ઇતિહાસમાં અત્યાર સુધી 57…

જગદીશ વિશ્વકર્માની ટીમની જાહેરાત: મહામંત્રી-અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી નિમણૂક મુજબ મહામંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અગત્યની નવી નિમણૂકો: મહામંત્રી: કચ્છ – અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ – ડો. પ્રશાંત કોરાટ, ખેડા – અજય બ્રહ્મભટ્ટ કોષાધ્યક્ષ: ડો. પરિન્દુ ભગત ઉપપ્રમુખ: અમદાવાદ – ભરત પંડ્યા કાર્યાલય મંત્રી: શ્રીનાથભાઈ શાહ મુખ્‍ય પ્રવક્તા: ડો. અનિલ પટેલ મીડિયા ઇન્ચાર્જ: ડો. પ્રશાંત વાળા   પાર્ટી સૂત્રો અનુસાર, આ નિમણૂકો આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તમામ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા સૂચના આપવામાં આવી છે, જેથી ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ કરી શકે.…

Surat : BJP ના બે કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પક્ષે બંનેને ફટકારી નોટીસ

ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિ બાદ સુરત શહેરના પાર્ટી કાર્યાલયમાં ઘમાસાન સર્જાયું છે. ભાજપના બે સક્રિય કાર્યકરો દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે કાર્યાલયના અંદર છૂટા હાથની મારામારી થઈ ગઈ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિવાદની શરૂઆત ચા-નાસ્તાની બાબતે થઈ પ્રાપ્ત માહિતી અનુસાર, દિનેશ સાવલિયાની પટાવાળાના સાથે થયેલી સામાન્ય બોલચાલમાંથી વિવાદ શરુ થયો હતો. જેમા શૈલેષ જરીવાલા, જે ભાજપ કાર્યાલયના ખજાનચી છે, વચ્ચે પડ્યા બાદ મામૂલી બોલાચાલી શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. શૈલેષે દિનેશને સમજાવતાં કહ્યું હતું કે: “હું ખજાનચી છું, મારે બધું જોવાનું છે,” જે પરિસ્થિતિને વધુ બગાડી ગઈ. બંને વચ્ચે ઘર્ષણ વધતાં લાફા અને ધક્કામુકી સુધીનો મામલો પહોંચી ગયો. ભાજપનો તરત જવાબ: બંનેને નોટિસ વીડિયો વાયરલ થતાં શહેર પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું…