ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે સંઘર્ષ ? જાણો કોણે આપી ચેતવણી
અમેરિકન થિંક ટેન્કે ચેતવણી આપી છે કે આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ 2026માં સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમી શકે છે. વધુમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષની પણ આગાહી કરવામાં આવી છે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (CFR) નામના થિંક ટેન્કે યુએસ વિદેશ નીતિ નિષ્ણાતોનો સર્વે કર્યો હતો. CFAR કહે છે કે બંને દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની શક્યતા યુએસ હિતોને અસર કરી શકે છે. CFR એ 2026 માં સંભવિત સંઘર્ષો પર એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસનું યુદ્ધ થયું હતું. પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ…
એર માર્શલ એકે ભારતીએ સેનાની પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને આપી ‘રામચરિત માનસ’ માંથી ચેતવણી, જાણો શું કહ્યું
પહેલગામ હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. સોમવારે, ભારતીય સેનાના ત્રણેય વડાઓએ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવા માટે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. આ દરમિયાન તેમણે ભારતીય સેનાની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો આપી અને ઘણી ખાસ વાતો શેર કરી. આ સમય દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાનને એક કડક સંદેશ આપ્યો કે ‘ભય બીના પ્રીત નહિ’. એનો અર્થ એ કે ભય વિના પ્રેમ હોઈ શકતો નથી. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હુમલા કર્યા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે…
હવે આતંકી કાર્યવાહીને માનશે યુદ્ધ ! પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય
પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી માનવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો હવે કોઈ આતંકવાદી હુમલો થાય છે, તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને ભારત તે મુજબ જવાબ આપશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. છેલ્લી બે સતત રાત્રિઓમાં, પાકિસ્તાને ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવ્યો. આ દરમિયાન, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે જો ભારત સામે આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને તેનો જવાબ પણ યુદ્ધની જેમ આપવામાં આવશે. પાકિસ્તાનને મળશે જડબાતોડ જવાબ સરકારના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હવે પાકિસ્તાન દ્વારા કરવામાં…
યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ફ્યુઅલના સ્ટોકની સ્થિતિ શું છે? જાણો શું કહ્યું તેલ કંપનીઓએ
ભારતની સૌથી મોટી તેલ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ LPG ની પૂરતી ઉપલબ્ધતા છે. આવી સ્થિતિમાં, લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપની બહાર લાઇનોમાં ઉભા રહેલા લોકોને દર્શાવતી પોસ્ટ્સનો છલકાઇ રહ્યો છે. ભારત પાકિસ્તાન સરહદ પર ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને લઈને, ઘણો ગભરાટ ફેલાયો છે અને લોકો પેટ્રોલ પંપની બહાર ઇંધણ ખરીદવા માટે લાઇનોમાં ઉભા છે. IOC એ કહ્યું, ‘શાંત રહીને અને બિનજરૂરી ભીડ ટાળીને અમને વધુ સારી સેવા પૂરી પાડવામાં મદદ કરો.’ આનાથી આપણી સપ્લાય લાઇન…
ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, કહ્યું લાહોર છોડો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના અધિકારીઓ માટે એક એડવાઇઝરી પણ જારી કરી છે. તેમણે અમેરિકન લોકોને લાહોર છોડી દેવાની અપીલ કરી છે. ઉપરાંત, દૂતાવાસે તેના અધિકારીઓને સલામત સ્થળે રહેવાની સૂચના આપી છે. લાહોરમાં ચાલી રહેલ તણાવ વચ્ચે યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને સલામત સ્થળોએ રહેવા નિર્દેશ આપ્યો છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે. કોન્સ્યુલેટને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી શકે છે. આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનને આપ્યો મોટો ફટકો, હવાઈ ડિફેન્સ સિસ્ટમનો કાઢ્યો કચ્ચરઘાણ યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે જે અમેરિકન નાગરિકો પોતાને સક્રિય સંઘર્ષ ક્ષેત્રમાં છે તેઓએ જો સુરક્ષિત રીતે શક્ય હોય તો સ્થળાંતર કરવું જોઈએ. જો…
પરમાણુ બોમ્બ મામલે પાકિસ્તાન આવ્યું હતું ભારતને ડરાવવા, નીકળી ગઈ હવા; હવે ફેરવી તોળ્યું !
પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં છે . પાકિસ્તાન પર એક બાદ એક આંકરા નિર્ણય લઈ રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાને પરમાણુ બોમ્બની ધમકી આપી હતી. જેને લઈને હવે તેમણે ફેરવી તોળ્યું છે. હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આસિફે એમ પણ કહ્યું કે અમે ત્યારે જ પરમાણુ હુમલો કરીશું જ્યારે તેમના દેશનું અસ્તિત્વ જોખમમાં હશે. ગયા અઠવાડિયે કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે.’ જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. ભારતે આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, જેને પાકિસ્તાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. NIA આ આતંકવાદી હુમલાની તપાસ…












