મેલાનોમા કેન્સર સામેની લડાઈમાં નવી આશા: પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનથી મેલાનોમા પાછું આવવાનું જોખમ ઘટ્યું

મેલાનોમા કેન્સરની સારવારના ક્ષેત્રમાં વ્યક્તિગત સારવાર તરફ વધી રહેલા સંશોધન વચ્ચે નવી આશા જાગી છે. Moderna અને Merck દ્વારા વિકસાવવામાં આવી રહેલી પર્સનલાઇઝ્ડ mRNA આધારિત કેન્સર થેરાપી intismeran autogene (mRNA-4157/V940)એ મેલાનોમા એટલે કે ગંભીર પ્રકારના સ્કીન કેન્સર સામે પ્રોત્સાહક પરિણામો દર્શાવ્યાં છે. તાજેતરના પાંચ વર્ષના ફોલોઅપ ડેટા મુજબ, આ થેરાપીને Merckની ઇમ્યુનોથેરાપી દવા KEYTRUDA સાથે આપવાથી કેન્સર ફરી આવવાનું અથવા દર્દીના મૃત્યુનું જોખમ માત્ર KEYTRUDAની સરખામણીએ 49% ઓછું જોવા મળ્યું હતું. સાથે જ દૂરના અંગોમાં કેન્સર ફેલાવા અથવા મૃત્યુનું જોખમ 59% ઓછું જોવા મળ્યું. આ પરિણામો આશાસ્પદ છે, પરંતુ આ વેક્સિનને હજી સામાન્ય દર્દીઓ માટે મંજૂર થયેલી કેન્સરની રસી તરીકે જોવી યોગ્ય નથી. આ એક તપાસ હેઠળની વ્યક્તિગત થેરાપી છે અને મેલાનોમા માટે તેનો Phase 3…

બ્રિટનમાં સાલ્મોનેલા સંક્રમણનો કહેર, 207 લોકો બીમાર, એક વ્યક્તિના મોતથી ખળભળાટ

બ્રિટનમાં સાલ્મોનેલા સંક્રમણના વધતા કેસોને લઈને આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. બ્રિટિશ હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના તાજેતરના અહેવાલ મુજબ, Salmonella Enteritidis બેક્ટેરિયાના એક જ સ્ટ્રેન સાથે જોડાયેલા 207 કેસ સામે આવ્યા છે. આ પ્રકોપની તપાસ ચાલી રહી છે અને ખાદ્ય સુરક્ષા તથા આરોગ્ય વિભાગો સંક્રમણના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે એક વ્યક્તિના મોતની પણ માહિતી સામે આવી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ અને તે સાલ્મોનેલા સંક્રમણ સાથે કેટલા પ્રમાણમાં સીધું જોડાયેલું છે તે અંગે અંતિમ વિગતો સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ઈંડાને લઈને વધી શંકા પ્રાથમિક તપાસમાં ઈંડા અને ઈંડાથી બનેલા ખાદ્ય પદાર્થોને સંભવિત સ્ત્રોત તરીકે તપાસવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બહારથી આયાત કરવામાં આવેલા ઈંડા…