Surat : BJP ના બે કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પક્ષે બંનેને ફટકારી નોટીસ
ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિ બાદ સુરત શહેરના પાર્ટી કાર્યાલયમાં ઘમાસાન સર્જાયું છે. ભાજપના બે સક્રિય કાર્યકરો દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે કાર્યાલયના અંદર છૂટા હાથની મારામારી થઈ ગઈ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિવાદની શરૂઆત ચા-નાસ્તાની બાબતે થઈ પ્રાપ્ત માહિતી અનુસાર, દિનેશ સાવલિયાની પટાવાળાના સાથે થયેલી સામાન્ય બોલચાલમાંથી વિવાદ શરુ થયો હતો. જેમા શૈલેષ જરીવાલા, જે ભાજપ કાર્યાલયના ખજાનચી છે, વચ્ચે પડ્યા બાદ મામૂલી બોલાચાલી શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. શૈલેષે દિનેશને સમજાવતાં કહ્યું હતું કે: “હું ખજાનચી છું, મારે બધું જોવાનું છે,” જે પરિસ્થિતિને વધુ બગાડી ગઈ. બંને વચ્ચે ઘર્ષણ વધતાં લાફા અને ધક્કામુકી સુધીનો મામલો પહોંચી ગયો. ભાજપનો તરત જવાબ: બંનેને નોટિસ વીડિયો વાયરલ થતાં શહેર પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું…
4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવો પ્રદેશ પ્રમુખ, તડામાર તૈયારીઓ શરૂ
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે કોઈ પણ ક્ષણે થઈ શકે છે. સૂત્રો મુજબ આગામી 4 ઓક્ટોબરે નવાં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં આવશે. પ્રદેશ સંગઠન દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યભરમાં તડામાર organizational કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમ પહેલાથી નક્કી નવો પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે ભલે ભાજપે હજી જાહેરાત નથી કરી, પરંતુ પાર્ટીએ આગામી દિવસોની સંકલિત યોજનાઓ તૈયાર કરી લીધી છે. 4 ઓક્ટોબર, શનિવારે નવા પ્રમુખ દ્વારા પ્રમુખપદનો ચાર્જ સંભાળવામાં આવશે. કમલમ ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં નવી જવાબદારી સોંપાશે. ત્યારબાદ, નવા પ્રદેશ પ્રમુખ માટે સમગ્ર ગુજરાત પ્રવાસનું આયોજન થઈ ચૂક્યું છે. એક મહિના માટે પ્રદેશ પ્રવાસ અને બોડી રચના નવા પ્રદેશ પ્રમુખને ચાર્જ મળ્યા બાદ…
દશેરા પહેલા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ: ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે કરી મુલાકાત, જાણો વિગત
ગુજરાતના રાજકારણમાં મોટી હલચલનું સંકેત મળ્યું છે. દશેરા તહેવાર પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની શકયતાઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગર રાજભવન ખાતે મહત્વની મુલાકાત કરી છે. મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો હતો અને તેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. PM મોદીની મુલાકાત બાદ તાત્કાલિક રાજ્યપાલને મળ્યા CM મુખ્યમંત્રીએ તાજેતરમાં દિલ્લી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ, નવા પ્રદેશ પ્રમુખની પસંદગી, તેમજ આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મંત્રીમંડળમાં ફેરફાર માટે લીલીઝંડી? સૂત્રો મુજબ, હવે મંત્રીમંડળના વિસ્તરણ માટે PM મોદીની મંજૂરી મળી ગઈ છે. જેમાં: – નોન-પરફોર્મિંગ મંત્રીઓને બદલી શકાય છે – તબીયત…
નાની ઉમંરના ગૃહમંત્રીની મોટી કાર્યવાહી…! કોણ ઉતર્યા ભૂગર્ભમાં..?
હવે નહીં ચાલે લુખ્ખાઓની દાદાગીરી કે નહીં ચાલે વ્યાજખોરોની ચાલાકી. કેમ કે ગુજરાતમાં દાદાનું રાજ છે અને રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી છે. જી હા કેમ કે આપણે જોઈએ છીએ છેલ્લા કેટલાય સમયથી ગુનાઓને ડામવા ગુજરાતમાં એક પછી એક ડ્રાઈવ શરૂ કરાઇ છે. એ પછી લુખ્ખાતત્વોને ડામવાની હોય કે પછી વ્યાજખોરોની હોય કે પછી ડ્રગ્સ મુક્ત અભિયાન હોય આવી અનેક ડ્રાઈવો ચલાવી ગુનેગારોના તેવર ઢીલા કરી નાખ્યા છે. યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગૃહ ખાતું સાંભળ્યું છે ત્યારથી જ ગુજરાતમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે કેમ કે તેમની કામ કરવાની પદ્ધતિ નાયક ફિલ્મ જેવી છે કેમ કે તે ધડાધડ નિર્ણયો લઈ રહયા છે તેના કારણે જ આજે BZ જેવા કૌભાંડીઓ હોય કે પછી પછી…
કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર, રાહુલ ગાંધીએ તૈયાર કરી આ રણનીતિ
વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની…











