નાની ઉમંરના ગૃહમંત્રીની મોટી કાર્યવાહી…! કોણ ઉતર્યા ભૂગર્ભમાં..?

હવે નહીં ચાલે લુખ્ખાઓની દાદાગીરી કે નહીં ચાલે વ્યાજખોરોની ચાલાકી. કેમ કે ગુજરાતમાં દાદાનું રાજ છે અને રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી છે. જી હા કેમ કે આપણે જોઈએ છીએ છેલ્લા કેટલાય સમયથી ગુનાઓને ડામવા ગુજરાતમાં એક પછી એક ડ્રાઈવ શરૂ કરાઇ છે. એ પછી લુખ્ખાતત્વોને ડામવાની હોય કે પછી વ્યાજખોરોની હોય કે પછી ડ્રગ્સ મુક્ત અભિયાન હોય આવી અનેક ડ્રાઈવો ચલાવી ગુનેગારોના તેવર ઢીલા કરી નાખ્યા છે. યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગૃહ ખાતું સાંભળ્યું છે ત્યારથી જ ગુજરાતમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે કેમ કે તેમની કામ કરવાની પદ્ધતિ નાયક ફિલ્મ જેવી છે કેમ કે તે ધડાધડ નિર્ણયો લઈ રહયા છે તેના કારણે જ આજે BZ જેવા કૌભાંડીઓ હોય કે પછી પછી ચંડોળા તળાવનો ડોન હોય તે તમામને કાયદાનો પાઠ ભણાવી જેલ ભેગા કરી નાખ્યા છે.

થોડા સમય પહેલા જ આપણે જોયું હતું કે smc એ દુબઇ જઈને એક ચિટરની ધરપકડ કરી ગુજરાત લાવ્યા હતા. આ ત્યારે જ શક્ય છે જ્યારે કડક નેતૃત્વ અને કડક નિર્ણય શક્તિ હોય અને તે તમામ ગુણ આપણા યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીમાં જોવા મળે છે. એ હંમેશા એ દિશામાં ચિંતા કરતા જોવા મળ્યા છે કે ગુજરાતનો યુવાન નશાના રવાડે ચઢી જિંદગી બરબાદ ના કરે અને એટલે જ તેમને ગુજરાતમાં ડ્રગ્સ નાબૂદીની ખાસ ડ્રાઈવ શરૂ કરી અનેં તેના કારણે કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઘણા યુવાનોને આવા નશામાંથી મુક્ત પણ કરાવ્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લોકો વ્યાજના ચક્કરમાં ડૂબી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા જેવા પગલાં ભરી જીવન ટૂંકાવી દેવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવતા હતા. આનું મુખ્ય કારણ એક જ હતું કે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને 10થી લઈને 20 ટકા સુધી વ્યાજ વસુલવાની નીતિ. આ દિશામાં પણ ગૃહ મંત્રીનું ધ્યાન જતા તે દિશામાં પણ કડક પગલા લેવા ગૃહ વિભાગ ને આદેશ આપ્યા અને તે દિશામાં પણ ઝડપથી સફળતા મળી જેના કારણે આજે અનેક ઘરના ચિરાગ બુઝાતા બચી ગયા છે. વ્યાજખોરો સામે શરૂ કરેલ ડ્રાઈવમાં અનેક ચમરબંધીઓને પાંજરે ધકેલી દીધા છે. આ ડ્રાઈવના કારણે જ દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલકત જપ્ત કરાઈ છે. વ્યાજખોરો છેલ્લા કેટલાય સમયથી બેફામ થઈ ગયા હતા અને લોકોના મહેનતના રૂપિયા પડાવી રોલા મારતા હતા. આ રોલા મારવાનું આજે વ્યાજખોરોને ભારે પડી ગયું છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કેમ કે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો સામે ગુના દાખલ થયા અને ગુના પછી ગુજસીટોક પણ દાખલ કરવામાં આવી હોય. કચ્છ જિલ્લાના અંજારમાં એક વ્યાજખોરની લગભગ 63.46 લાખ રૂપિયાની મિલ્કત જપ્ત કરી લેવામાં આવી છે. આ વ્યાજખોરે વ્યાજખોરીમાં જ તમામ મિલ્કત ઉભી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેમાં ચાર મકાન,બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી વસાવી હતી તે તમામ મિલ્કત જપ્ત કરી દેશના ઇતિહાસમાં એક દાખલો બેસાડી દીધો છે કે ગુજરાતની જનતાને કોઈ અસામાજિક તત્વ કે કોઈ વ્યાજખોર પરેશાન કરશે તો તેની સામે કાયદાનો કોરડો વિંઝાશે.

થોડા દિવસ અગાઉ જ રોલો મારવા ગેરકાયદે રીતે ધારણ કરેલ હથિયારો પણ જપ્ત કરી લીધા હતા અને તેની તપાસ આજે પણ ચાલી રહી છે કે જે લોકોએ ગેરકાયદે રીતે હથિયારોના પરવાના લીધા હશે તે તમામ લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપાઇ ચુક્યા છે એટલે હવે જેને પણ યોગ્ય કારણ વગર હથિયાર લાયસન્સ મેળવી વટ પાડવા કે રિલ્સ બનાવવા દુરુપયોગ કરતા હશે તેવા તમામ લોકોના લાયસનાન્સ રદ્દ કરવાની કાર્યવાહી રાજ્યભરમાં શરૂ કરી દેવાઈ છે. રાજ્ય ગૃહમંત્રી એક પછી એક ધડાધડ નિર્ણય લઈને ગુનાઓ અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને કેવી રીતે ઝડપી ડામી શકાય તે દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ગુજરાતમાં ચાલી રહેલી હલચલની સતત અપડેટ મેળવી કઈ દિશામાં ઝડપી કામ કરી ગુજરાતની શાંતિ ના ડોહળાય એ દિશામાં સતત પ્રયાસ કરી રહયા છે અને તેના કારણે જ આજે કબુત્તર બાજો હોય કે પછી ડ્રગસ માફિયા હોય કે પછી ભુમાફિયા હોય તે તમામ લોકોની શાન ઠેકાણે લાવી દીધી છે અને તેના કારણે અનેક પરિવારો આજે સુખમય અને હર્ષ ઉલ્લાસ સાથે જીવન પસાર કરી રહયા છે. રાજ્ય ગૃહમંત્રી સતત કહી રહયા છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *