અમરેલી : કમોસમી વરસાદને લઈ ખાંભા-સાવરકુંડલામાં માવઠાનો પ્રકોપ, ધાતરવડી-2 ડેમ છલકાયો

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો ત્રાટકો યથાવત રહ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાફરાબાદ અને રાજુલા બાદ હવે ખાંભા તેમજ સાવરકુંડલામાં માવઠાનો પ્રકોપ વધ્યો છે. જાફરાબાદ અને રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા બાદ પીપાવાવ પોર્ટ અને બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. હવે ખાંભા અને સાવરકુંડલા તાલુકાઓમાં વરસાદનો રાઉન્ડ શરૂ થતાં તળાવ-નાળાં છલકાયા છે. સાવરકુંડલા, પીઠવડી, મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, શેલણા સહિતના ગામોમાં વરસાદ ખાબકતા ગામજનોમાં હર્ષ અને ચિંતા બંને ભાવનાઓ જોવા મળી રહી છે. ખાંભા ગીર વિસ્તારમાં સતત છ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્રાકુડા, શ્યામગઢ, મોટા બારમણ, નિંગાળામાં સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતાં શ્યામગઢની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે…

કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા- 2025નું આયોજન થઇ શકશે નહીં, જાણો વિગત

ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા- 2025 મોકૂફ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કિચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે. આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે, લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે, તેમજ અકસ્માત પણ થઈ શકે છે. આ સ્થિતિનું આજે મહંત ઇન્દ્રભારતી બાપુ, મહેશ ગીરીબાપુ સહિતના સાધુ સંતો, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ઉતારા- અન્નક્ષેત્રના ભાવેશભાઈ વેકરીયા સહિતના પ્રતિનિધિઓ , કલેકટર સહિતના…

PM મોદી આજે ગુજરાતના પ્રવાશે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત ખાસ મહત્વની છે, કારણ કે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન હાજર રહેશે. 30 ઓક્ટોબરનો કાર્યક્રમ 30 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન પર તેમનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવાના છે. જો હવામાન ખરાબ રહેશે તો માર્ગ દ્વારા કેવડિયા જવાની વ્યવસ્થા રહેશે. 31 ઓક્ટોબરનો કાર્યક્રમ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. આ અવસર પર એકતાનગર-કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. વડાપ્રધાન આ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેશે. વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ…

ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર

જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે ધોવાણ થયું છે, જેના કારણે હાલ પરિક્રમા માર્ગ અપ્રવેશ્ય બની ગયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને આ બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ પરિક્રમા રૂટ પર ચાલવા કે વાહન લઇ જવા યોગ્ય પરિસ્થિતિ નથી, કારણ કે માર્ગો પર અતિશય કીચડ અને પાણી ભરાયા છે. કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે,“યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી છે. હાલની પરિસ્થિતિ જોખમી હોવાથી પરિક્રમા રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી માર્ગો ફરીથી સુરક્ષિત ન બને, ત્યાં સુધી કોઈને પણ…

રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અનામત બેઠકો ફાળવી, જાણો વિગત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી દીધી છે. આ સાથે જ મનપાની રોટેશન યાદી અને અનામત વર્ગવાર બેઠક ફાળવણી યાદી પણ જાહેર કરી છે. કયા શહેરોમાં ફાળવણી થઈ? રાજ્ય ચૂંટણી આયોગે નીચેની 6 મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી કરી છે: – અમદાવાદ – સુરત – વડોદરા – રાજકોટ – ભાવનગર – જામનગર તે ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા માટે પણ અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વિગતવાર ફાળવણી અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. આ 192 બેઠકોમાંથી: – 133 બેઠકો અલગ-અલગ અનામત વર્ગોને ફાળવાઈ છે – 59 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી…

સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ, જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપરા ગામમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં બે જૂથ વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની અને 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત આ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ દરમિયાન કેટલાક લોકોએ કાર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. જાણકારોના જણાવ્યા મુજબ, થાન વિસ્તારમાં આ ત્રીજી ફાયરિંગની ઘટના છે જે થોડા જ દિવસોમાં બની છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા કર્યા છે. નગણ્ય…

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, ટ્રસ્ટે રામભક્તોને આપી ખુશખબર

સદીઓ સુધી ચાલેલા વિવાદ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનું અંતિમ ચરણ પૂર્ણ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંબંધિત માહિતીને જાહેર કરતા તમામ રામભક્તોને ખુશખબર આપી છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે મંદિરના તમામ મુખ્ય કાર્યો પૂર્ણ થઈ ગયા છે, જેમાં મુખ્ય મંદિર ઉપરાંત પરકોટાના 6 મંદિરો — ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્યદેવ, દેવી ભગવતી અને દેવી અન્નપૂર્ણા, તેમજ શેષાવતાર મંદિર પણ પૂર્ણ થઈ ચૂક્યા છે. તમામ મંદિરો પર ધ્વજદંડ અને કળશ સ્થાપિત થઈ ચુક્યા છે. સપ્ત મંડપ અને અન્ય મંદિરોનો નિર્માણ પૂર્ણ ટ્રસ્ટે વધુમાં જણાવ્યું છે કે સપ્ત મંડપ, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી અને ઋષિ પત્ની…

ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા ગુજરાતના 4 લોકોનું ઈરાનમાં અપહરણ, 2 કરોડ રૂપિયાની ખંડણી માંગ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી વિદેશ જવાના સપના સાથે નીકળેલા ચાર ગુજરાતીઓ ઈરાનમાં અપહરણનો ભોગ બન્યા છે. અપહરણકર્તાઓએ પરિવારજનોને વીડિયો કોલ કરીને રૂ. 2 કરોડની ખંડણી માંગ કરી છે. માહિતી મુજબ, માણસાના બાપુપુરા અને બદપુરા ગામના અજયકુમાર ચૌધરી, અનિલકુમાર ચૌધરી, નિખિલકુમાર ચૌધરી અને પ્રિયાબેન ચૌધરી 19 ઓક્ટોબરના રોજ ઑસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા. સૌપ્રથમ તેમને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમિરેટ્સ એરલાઈન દ્વારા બેંગકોક થઈને ઈરાનના તહેરાન પહોંચાડવામાં આવ્યા. તહેરાન પહોંચ્યા બાદ ચારેય લોકોને અજાણ્યા લોકો દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે. અપહરણકર્તા, જે પોતાને “બાબા” તરીકે ઓળખાવે છે, તેણે પરિવારજનોને વીડિયો કોલ કરીને ખંડણીની માંગ કરી છે. પરિવારજનોને મોકલેલા વીડિયોમાં ચારેય જણને નગ્ન કરીને જમીન પર ઊંધા સૂવડાવવામાં આવ્યા છે, હાથ પાછળ બાંધેલા છે અને…

વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા

નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…

દ્વારકાધીશના ધામમાં ભક્તિનો મહાસમુદ્ર, દિવાળીના 6 દિવસમાં 4.65 લાખ શ્રદ્ધાળુઓએ લીધા દર્શન

દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં ભક્તિનો અદભૂત ઉત્સવ જોવા મળ્યો. માત્ર 6 દિવસમાં આશરે 4.65 લાખ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાના પર્વને પાવન બનાવ્યો. ભક્તોમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં દિવાળીની રોશની સાથે ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. તંત્ર અને પોલીસની ઉમદા વ્યવસ્થા ભીડની તીવ્રતા છતાં દ્વારકા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગે પ્રશંસનીય કામગીરી કરી હતી. સંયુક્ત પ્રયાસો દ્વારા દર્શન વ્યવસ્થા સંપૂર્ણપણે સુચારુ રહી. – વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ – દર્શન લાઇનમાં અલગ પ્રવેશ અને આરામ ક્ષેત્ર – યાત્રિકો માટે પૂરતું પાણી, આરોગ્ય અને આરામ વિસ્તાર – ટ્રાફિક કંટ્રોલ રૂમ…